Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIથી સો.મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીના ન્યૂડ ફોટો બનાવનાર ઝડપાયો:ધાર્મિક ઉપદેશના નામે મિત્રતા કરી, એક તરફી પ્રેમમાં યુવતીના માતા-માસીના પણ મોર્ફ ફોટો ફેક ID પર અપલોડ કર્યાં

    2 days ago

    અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા 1મેથી સાયબર રક્ષિતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં મહિલાઓના ફેક આઇડી, મોર્ફ કરેલા ફોટા સહિતની અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીના નામથી આઠથી દસ એકાઉન્ટ બનાવી યુવતીના ફોટા AI આધારિત ન્યૂડ ફોટા બનાવી પોસ્ટ કરનાર યુવકની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.આરોપીએ માત્ર યુવતીના જ નહીં પરંતુ તેની માતા અને માસીના પણ મોર્ફ કરેલા ફોટા બનાવીને સોશલ મીડિયામાં મૂક્યા હતા. AIથી ન્યૂડ ફોટા બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા અમદાવાદમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડિસેમ્બરથી એપ્રિલ સુધી અજાણી વ્યક્તિએ તેના નામના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફેક આઈડી બનાવી યુવતીના ફોટાનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.આ યુવતીના ફોટાને AIથી ન્યૂડ ફોટા બનાવી તે પણ અપલોડ કર્યા હતા. યુવતીને સતત હેરાન કરીને બદનામ કરવામાં આવી રહી હતી. જેથી સાયબર ક્રાઇમે યુવતીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ધાર્મિક ઉપદેશના નામે મિત્રતા કરી, દિલ્હીના યુવકની ધરપકડ પોલીસે તપાસ દરમિયાન દિલ્હીમાં રહેતા સુમિત નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉપદેશ આપે છે. આરોપીએ યુવતી સાથે ધાર્મિક વાતો કરીને મિત્રતા કરી હતી.જે બાદ આરોપી યુવતીના વધુ નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો.જેથી યુવતીએ આરોપી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. આરોપીને યુવતી સાથેનો એક તરફથી પ્રેમ થયો હતો.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલ ઓપન હોવાથી 100થી વધુ ફોટા મોર્ફ કરીને યુવતીના નામના જ વિવિધ એકાઉન્ટ બનાવ્યા હતા. જેમાં યુવતીના ફોટા અપલોડ કર્યા હતા. એક તરફી પ્રેમમાં કારસ્તાન કર્યાંની આરોપીની કબૂલાત સાયબર ક્રાઈમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, યુવતીના AIથી ન્યૂડ ફોટા અને રીમોવ ક્લોથ ટુલથી બનાવેલા ફોટા અપલોડ કર્યા હતા.આ ફોટા અપલોડ કર્યા બાદ આરોપી જ યુવતીને એકાઉન્ટ ડિલીટ કરાવી દેશે તેવું કહીને સંબંધ સુધારવાનો પ્રયત્ન કરતો હતો.આરોપીએ યુવતીના માતા અને માસીના પણ મોર્ફ કરેલા ફોટાનો ઉપયોગ કર્યો હતો.જો કે ધરપકડ બાદ આરોપીએ યુવતી માટે એક તરફી લાગણી હોવાથી ફોટા અપલોડ કર્યા હોવાનું સ્વીકાર્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોણ છે રાજકોટના 23માં મેયર નેહલ શુક્લ?:પૂર્વ CM રૂપાણીના ઘરે જઈ આશીર્વાદ લીધા; અંજલીબેને તિલક કર્યું; ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી
    Next Article
    ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ડિજિટલ સ્વ-ગણતરી પત્રક ભર્યું:નાગરિકોને 'જનગણના-2027'માં જોડાવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment