Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર:સરકારી વિભાગો-સંસ્થાઓ-પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને 100% સબસિડીથી હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધા મળશે

    21 hours ago

    ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે રાજ્યવ્યાપી GPU-as-a-Service (GPUaaS) Framework તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યું છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફોર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસ કેન્દ્રિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનો હેતુ AIને માત્ર ટેક્નોલોજી પૂરતું સીમિત ન રાખી સુશાસન, જાહેર સેવા અને નવીનતામાં તેનો વ્યાપ વધારવાનો છે. એક જ પ્લેટફોર્મથી અનેક સરકારી સંસ્થાઓને GPU સુવિધા GPUaaS હેઠળ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) કેન્દ્રિત GPU ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરશે. જેથી દરેક સરકારી વિભાગે અલગથી મોંઘું હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત ઘટશે. સરકારી વિભાગો ઉપરાંત બોર્ડ-કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, સરકારી શૈક્ષણિક સંસ્થા અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગ દ્વારા મંજૂર અન્ય સંસ્થાઓ પણ મંજૂર AI તથા ડેટા આધારિત ઉપયોગ-કેસ માટે GPU સુવિધાનો ઉપયોગ કરી શકશે. પસંદગીના પ્રોજેક્ટને પ્રાથમિકતા GPUની ફાળવણી કેન્દ્રિય વ્યવસ્થા મારફતે થશે. તેમાં ટેક્નિકલ શક્યતા, GPUની ઉપલબ્ધતા, મંજૂર ઉપયોગ-કેસ, જરૂરિયાતની પ્રાથમિકતા અને સરકારી નીતિઓને ધ્યાનમાં લેવામાં આવશે. GIL GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોવિઝનિંગ, ઓપરેશન, મોનિટરિંગ અને મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. સરકારી વિભાગો અને પસંદગીના સ્ટાર્ટઅપ્સને 100% સબસિડી આ વ્યવસ્થાની સૌથી મહત્વની બાબત એ છે કે પાત્ર રાજ્ય સરકારના વિભાગો, સરકારી સંસ્થાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100% સબસિડીના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત AI CoEના AI Innovation Challenge હેઠળ પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સને તેમના AI Use Casesના production rollout માટે પણ 100% સબસિડીના ધોરણે GPU સુવિધા મળશે. અન્ય સ્ટાર્ટઅપ્સ પણ GPU લઈ શકશે પસંદગીના સ્ટાર્ટઅપ્સ સિવાય અન્ય સ્ટાર્ટઅપ્સને પણ GPU સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે. જોકે આ સુવિધા GPUની ઉપલબ્ધતા અને GPUaaS Frameworkની શરતોને આધિન રહેશે. આવા કિસ્સામાં વાસ્તવિક GPU સેવા ખર્ચ ઉપરાંત GILની કન્સલ્ટન્સી ફી ચૂકવવાની રહેશે. IndiaAIના Cloud Service Provider પાસેથી સેવા GPU સેવાઓ IndiaAI દ્વારા empanelled Cloud Service Provider પાસેથી લેવામાં આવશે. આ સેવાઓના વાસ્તવિક ખર્ચ પર GILને 7% કન્સલ્ટન્સી ફી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. GILને GPUaaS માટે ઓપરેશનલ, ટેક્નિકલ અને વહીવટી સંકલન ઉપરાંત મોનિટરિંગ, નાણાકીય વ્યવસ્થાપન અને ગવર્નન્સ સપોર્ટની એન્ડ-ટુ-એન્ડ જવાબદારી સોંપવામાં આવી છે. ડેટા સિક્યોરિટી અને Responsible AI પર ભાર GPUનો ઉપયોગ માત્ર મંજૂર હેતુ માટે જ કરી શકાશે. સાથે જ સંબંધિત વિભાગો અને સંસ્થાઓએ ડેટા પ્રાઇવસી, માહિતી સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને Responsible Use of AI અંગેની સરકારી નીતિઓનું પાલન કરવાનું રહેશે. ગુજરાતના AI Action Planના 6 સ્તંભ GPUaaS Framework દ્વારા આ પૈકીના Infrastructure સ્તંભને હવે અમલી સ્વરૂપ મળ્યું છે. GIL બનાવશે વિગતવાર માર્ગદર્શિકા GPUaaSના અમલીકરણ માટે પાત્રતા, અરજી પ્રક્રિયા, GPU ફાળવણી, ઓપરેશનલ ગાઇડલાઇન્સ, ચાર્જિંગ મેથડોલોજી અને મોનિટરિંગ ફ્રેમવર્ક અંગેની વિગતવાર માર્ગદર્શિકા GIL દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની મંજૂરીથી સમયાંતરે જાહેર કરવામાં આવશે. આમ, ગુજરાતમાં AI માટે હવે માત્ર નીતિ નહીં પરંતુ તેને અમલમાં મૂકવા માટેનું કેન્દ્રિત કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થયું છે. સરકારી તંત્રથી લઈને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સ સુધી હાઈ-પરફોર્મન્સ GPUની પહોંચ વધારવાનો માર્ગ આ નિર્ણયથી ખુલ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હંસપુરામાંથી અમેરિકાના લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું:બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી ઈમેલ મારફતે સંપર્ક કરાતો, 2 યુવતી સહિત 7ની ધરપકડ
    Next Article
    આજે વામન જયંતી અને મહતી દ્વાદશીનો દુર્લભ સંયોગ:રાજા બલિનું અહંકાર ઓગાળવા નારાયણે વામન સ્વરૂપ ધારણ કર્યું, ત્રણ પગલાંમાં ત્રણેય લોકને માપી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment