Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI ચેટબોટનો ખોટો દાવો:બ્રિટનથી મેડિકલનો અભ્યાસ, 7 વર્ષનો અનુભવ; નકલી લાઇસન્સ નંબર પણ આપ્યો, પહેલીવાર AI કંપની પર કેસ

    2 days ago

    શું તમે તમારી બીમારીના લક્ષણો ગૂગલ પર સર્ચ કરો છો કે સારવાર માટે કોઈ AI ચેટબોટ પાસેથી સલાહ લઈ રહ્યા છો? જો હા, તો સાવધાન થઈ જાઓ. તમે જેને તમારા હમદર્દ ડૉક્ટર સમજીને દિલની વાત કહી રહ્યા છો, હકીકતમાં તે માત્ર એક કોડ અને ડેટાનો ઢગલો હોઈ શકે છે. અમેરિકાના પેન્સિલવેનિયા પ્રાંતે ‘કેરેક્ટર.એઆઈ’ નામની કંપની પર આવા જ એક મામલાને લઈને ઐતિહાસિક મુકદ્દમો કર્યો છે. આરોપ છે કે આ કંપનીના ચેટબોટ પોતાને ‘લાયસન્સ પ્રાપ્ત ડૉક્ટર’ ગણાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, કારણ કે ચેટબોટ ફક્ત ડેટાનું પુનરાવર્તન કરે છે. તેમની કોઈ નૈતિકતા હોતી નથી. તપાસકર્તાએ પકડ્યું જૂઠ પેન્સિલવેનિયાનો આ મામલો તાજેતરમાં ત્યારે સામે આવ્યો, જ્યારે એક તપાસ અધિકારીએ આ પ્લેટફોર્મ પર ‘સાયકિયાટ્રી’ (મનોચિકિત્સા) સર્ચ કર્યું. ત્યાં તેને એક એવું ‘કેરેક્ટર’ મળ્યું, જેણે દાવો કર્યો કે તે એક ડૉક્ટર છે. આ મામલાથી આશ્ચર્યચકિત પ્રાંતના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું, ‘પેન્સિલવેનિયાના લોકો એ જાણવાના હકદાર છે કે તેઓ માણસ સાથે વાત કરી રહ્યા છે કે મશીન સાથે. અમે AI ને ડોક્ટરીના નામે લોકોને ગેરમાર્ગે દોરવાની મંજૂરી આપીશું નહીં.’ ટેકનોલોજી દવા ન હોઈ શકે AIના આ ‘ડોક્ટર અવતાર’ની કાળી બાજુ ભયાવહ છે. તાજેતરમાં એક મહિલાએ ગૂગલ અને કેરેક્ટર AI પર કેસ કર્યો. તેમાં આરોપ હતો કે ચેટબોટે તેના કિશોર પુત્રને આત્મહત્યા કરવા ઉશ્કેર્યો હતો. કાર્નેગી મેલોન યુનિવર્સિટીના એથિક્સ એક્સપર્ટ ડેરેક લેબેન કહે છે, ‘આ મામલો આખી દુનિયા માટે એક દાખલો બનશે કે શું AIને ‘મેડિકલ પ્રેક્ટિસ’ માટે દોષિત ઠેરવી શકાય છે.’ જ્યારે, કોમન સેન્સ મીડિયાના અમીના ફઝલુલ્લાહનું કહેવું છે કે સોશિયલ મીડિયાની જેમ AIની સ્વ-નિયમન પ્રણાલી પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેનાથી બાળકો અને માનસિક રીતે નબળા લોકોને સૌથી વધુ ખતરો છે. વાસ્તવિકતાનો ભ્રમ: તપાસમાં AI કંપનીનું જૂઠ સામે આવ્યું અમેરિકાની કેરેક્ટર ટેક્નોલોજીસ ઇન્ક (કેરેક્ટર AI સંચાલક) પર 'ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ'નો આરોપ મૂકવામાં આવ્યો છે. પહેલીવાર કોઈ AI કંપની પર આવો કેસ કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે 'એમિલી' નામના કેરેક્ટરને 'ડોક્ટર ઓફ સાયકિયાટ્રી (મનોચિકિત્સક)' તરીકે લેબલ કરવામાં આવ્યું હતું. એમિલીએ ખોટા દાવા કર્યા. એક લાયસન્સ નંબર પણ આપ્યો હતો, જે નકલી હતો. ઇમ્પિરિયલ કોલેજ લંડનમાંથી મેડિકલનો અભ્યાસ કરવાનો દાવો કરતા કહ્યું કે 7 વર્ષનો અનુભવ છે અને બ્રિટનમાં પ્રેક્ટિસ કરે છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Government Formation Live Updates: Amit Shah offers prayers at Dakshineswar Kali Temple, to hold key meeting ahead of government formation
    Next Article
    અમિત શાહ કોલકાતા પહોંચ્યા, બંગાળના પ્રથમ ભાજપના CM પસંદ કરશે:બપોરે 2 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક, આવતીકાલે શપથ ગ્રહણ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment