Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ:ગગનયાન મિશનમાં પણ મદદ કરશે; બંને દેશો AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મળીને કામ કરશે

    23 hours ago

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ પર મહોર લાગી ગઈ છે. મેલબોર્નમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝે બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા, વ્યાપાર, ઊર્જા, સ્પેસ અને મહત્વપૂર્ણ ખનિજ (ક્રિટિકલ મિનરલ્સ) સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી. મોદીએ કહ્યું- હવે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમની સપ્લાય શરૂ થશે. આનાથી ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મળીને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર પણ વિકસાવશે. પીએમએ કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ ક્રિકેટ જેવો છે. અમારી મુલાકાતો ક્રિકેટની જેમ થાય છે. એજન્ડામાં વનડે જેવું ફોકસ છે, નિર્ણયો ટી-20ની જેમ ઝડપથી લેવાય છે અને અમારી ભાગીદારી ટેસ્ટ મેચની જેમ લાંબી અને મજબૂત છે. ઓસ્ટ્રેલિયન પીએમએ કહ્યું- અમારી નીતિઓ અલગ હતી, હવે અંતર સમાપ્ત થશે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે ભારત સાથે થયેલા કરાર પર કહ્યું- અત્યાર સુધી બંને દેશોની સપ્લાય ચેઇન તો જોડાયેલી હતી, પરંતુ અમારી નીતિઓ અલગ-અલગ હતી. આજનું આ પગલું તે અંતરને સમાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું- આજે અમે 2015ના ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ કરાર હેઠળ ભારતને યુરેનિયમ નિકાસની વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે. અમે બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા, ભારતને પોતાનો મહત્વપૂર્ણ સુરક્ષા ભાગીદાર માને છે. અમારો લક્ષ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનો છે. વડાપ્રધાને કહ્યું- સાથે મળીને કામ કરવાથી બંને દેશોને ફાયદો PM મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યની મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો છે. પીએમએ કહ્યું કે દુનિયા આ સમયે અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જરૂરી છે. સાથે મળીને કામ કરવાથી બંને દેશોને નવા બજારો સુધી પહોંચવાનો ફાયદો મળ્યો છે. કાર્યક્રમ પછી મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાન 6 થી 11 જુલાઈ સુધી ત્રણ દેશોના પ્રવાસે છે. વડાપ્રધાન આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં 40 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધશે. વડાપ્રધાન મોદી 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. પીએમના ભાષણની 5 મુખ્ય વાતો… ભારત-ઓસ્ટ્રેલિયા વિશ્વસનીય ભાગીદાર- દુનિયામાં અનિશ્ચિતતા અને ઊર્જા સંકટ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જોઈએ. ક્લીન એનર્જી અને ન્યુક્લિયર સેક્ટર પર ભાર- ભારત 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી અને 2047 સુધીમાં 100 GW પરમાણુ ઊર્જા ક્ષમતાનું લક્ષ્ય હાંસલ કરશે. આમાં ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી અને યુરેનિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રોકાણની મોટી તકો- ભારતના પોર્ટ, એરપોર્ટ, રોડ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન રોકાણકારો માટે મોટી સંભાવનાઓ છે. રાજ્ય-થી-રાજ્ય ભાગીદારીનો પ્રસ્તાવ- પીએમએ બંને દેશોના રાજ્યો, નાના શહેરો, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સ્ટેટ-ટુ-સ્ટેટ અને સેક્ટર-ટુ-સેક્ટર ભાગીદારી વધારવાનું સૂચન કર્યું. બિઝનેસ ભાગીદારીને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ- પીએમએ કહ્યું કે ECTA કરાર પછી ભારતની ઓસ્ટ્રેલિયાને નિકાસ બમણી થઈ. હવે બંને દેશો વ્યાપક વેપાર કરાર અને બિઝનેસ પાર્ટનરશિપને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. મેલબોર્નમાં PM મોદીના સ્વાગતની તસવીરો… PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે જોડાયેલી પળેપળની અપડેટ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    PM Modi in Melbourne finalises deal to import Uranium from Australia
    Next Article
    ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ:ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી-2026-29’ લોન્ચ કરી, 6 લાખ કરોડના રોકાણની સંભાવના

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment