Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ:ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી-2026-29’ લોન્ચ કરી, 6 લાખ કરોડના રોકાણની સંભાવના

    14 hours ago

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે. આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રોકાણકારને સંદેશ આપ્યો હતા કે, જે ટ્રેન ચૂકી જશે એ પસ્તાશે. તો મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, નવી પોલિસીથી 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષી શકાશે. રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે. આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે. ગ્રીન એનર્જી વગર નહીં ચાલે ડેટા સેન્ટર ડેટા સેન્ટર્સ ચોવીસે કલાક કાર્યરત રહેતા હોવાથી તેમાં વીજળીનો વપરાશ અત્યંત વધુ હોય છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ શરત મૂકી છે કે દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ જરૂરિયાતના ઓછામાં ઓછા 51 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર અથવા પવન ઊર્જા મારફતે મેળવવી ફરજિયાત રહેશે. 2 ગીગાવોટના લક્ષ્યાંકથી વીજ વપરાશમાં 10 ટકા વધારો થશે સરકારના અંદાજ મુજબ, રાજ્યમાં ડેટા સેન્ટર ક્ષેત્ર માટે નક્કી કરાયેલા 2 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક પૂર્ણ થતાં ગુજરાતના કુલ વીજ વપરાશમાં અંદાજે 10 ટકા એટલે કે 2,000 કરોડ યુનિટનો વધારો થશે. વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. 2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા ત્રણ ગણી કરવાનો લક્ષ્યાંક ડેટા સેન્ટર ઉદ્યોગના વિસ્તરણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ મોટું આયોજન હાથ ધર્યું છે. હાલ રાજ્યની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા આશરે 20,000 મેગાવોટ છે, જેને વધારીને 2030 સુધીમાં 60,000 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ઇકોસિસ્ટમ અને ટેક્નોલોજી આધારિત રોકાણોને પ્રોત્સાહન આપતી આ પોલિસી ગુજરાતને આગામી વર્ષોમાં દેશના અગ્રણી ડેટા સેન્ટર ગંતવ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 'રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી' હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં ડેટા સેન્ટરની ચર્ચાઓ થઈ હતી, પરંતુ સત્તાવાર ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટે પોલિસી જાહેર કરી છે, જ્યારે બજારમાં તેની કરતાં બમણી માંગ જોવા મળી રહી છે. પોલિસી જાહેર થતાંની સાથે જ રોકાણકારોએ ગુજરાતને પોતાની પ્રથમ પસંદગી તરીકે પસંદ કરવાનું શરૂ કરી દીધું હોવાનું તેમણે જણાવ્યું હતું. ધોલેરા ડેટા સેન્ટર હબ બનાવાશે ધોલેરાને વિશ્વનું સૌથી વધુ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર શહેર બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ માટે સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજવામાં આવશે, જમીનના પોકેટ્સ દર્શાવવામાં આવશે અને ઝડપી મંજૂરી તથા અમલીકરણ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ધોલેરા એરપોર્ટ શરૂ થવા જઈ રહ્યો છે અને અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પણ આ વિસ્તારના વિકાસને વેગ આપશે. રાજ્ય સરકાર ડેટા સેન્ટર સાથે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)ના હેડક્વાર્ટર તરીકે પણ ધોલેરાને વિકસાવવાના પ્રયાસો કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. 'જે ટ્રેન ચૂકી જશે એ જીંદગીભર પસ્તાશે' હર્ષ સંઘવીએ રોકાણકારોને સંદેશ આપતાં કહ્યું કે ડેટા સેન્ટર ક્ષેત્રમાં માંગ ખૂબ જ ઊંચી છે અને પોલિસીની મર્યાદા નિશ્ચિત છે. "જે ટ્રેન ચૂકી જશે એ જીંદગીભર પસ્તાશે," એમ કહી તેમણે રોકાણકારોને ગુજરાતમાં સમયસર રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. 'પોલિસીથી દેશને ગ્લોબલ ડેટા હબ બનાવવાનો માર્ગ ખૂલશે' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ છે. સમય કરતાં બે કદમ આગળ વિચારીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે અને આજે ડેટા વિકસિત ભારતનો આધાર બની રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ડેટા ઉત્પાદક અને ઉપયોગકર્તા દેશોમાં સામેલ થઈ રહ્યું છે અને આ પોલિસી દેશને ગ્લોબલ ડેટા હબ બનાવવાનો માર્ગ મોકળો કરશે. 'સાણંદ-ધોલેરા ટેક્નોલોજી, કેપિટલ ક્ષેત્રે ઉભરી રહ્યું છે' મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વડાપ્રધાનના દરેક સપનાને હકીકતમાં ફેરવતું રાજ્ય છે. નવી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ક્લાઉડ સર્વિસ, ડિજિટલ વ્યવહાર અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ મજબૂત બનાવી શકાશે. રાજ્યમાં વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે અને સાણંદ-ધોલેરા વિસ્તાર દેશના આગામી ટેક્નોલોજી અને કેપિટલ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે. આ પોલિસીમાં ટેક્નોલોજીકલ શ્રેષ્ઠતા સાથે પર્યાવરણની સુરક્ષાનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારા સમયમાં ગુજરાત માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રનું બેકબોન સાબિત થશે અને દેશના ડિજિટલ વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવશે. 6 લાખ કરોડના રોકાણની સંભાવના:મંત્રી અર્જુન મોઢવાડિયા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં અમેરિકામાં આશરે 5,400 ડેટા સેન્ટર કાર્યરત છે, જેમાં 16થી 17 ગીગાવોટ જેટલી ક્ષમતા ઉપલબ્ધ છે, જ્યારે ભારતમાં હાલમાં માત્ર 200 જેટલા ડેટા સેન્ટર છે. ગુજરાત સરકાર દ્વારા પોલિસી જાહેર થાય તે પહેલાં જ 14 કંપનીઓએ કુલ 10 ગીગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર સ્થાપવા માટે પ્રસ્તાવો રજૂ કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યને અપેક્ષા કરતાં વધુ રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે. હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પ્રોજેક્ટમાં વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના રોકાણની સંભાવના છે અને તેના માટે રાજ્યમાં ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષી શકાશે, જે રાજ્યના ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ:ગગનયાન મિશનમાં પણ મદદ કરશે; બંને દેશો AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મળીને કામ કરશે
    Next Article
    'દુકાનો તૂટવાથી રોજી-રોટી છીનવાઈ ગઈ હવે શું કરવાનું':'પૈસા ભરીએ અમને દુકાન આપો, ધંધા વગર ક્યાં જઈએ', અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ મિલકતો પર JCB ફરી વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment