Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેટેલાઈટ-AIનો એલ્ગોરિધમ કહેશે અમદાવાદમાં કયા પડશે સૌથી વધુ ગરમી?:આગામી ત્રણ દિવસ માટે 46 હોટસ્પોટનું પૂર્વાનુમાન, વાંચો વોર્ડવાઈઝ વિસ્તારની યાદી

    5 days ago

    ઉનાળાની શરૂઆત સાથે જ અમદાવાદમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે અને શહેરમાં 40થી 42 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચવાની સંભાવના છે ત્યારે આ સંજોગોમાં શહેરના કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પડશે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉથી જાણકારી મળી રહેશે. શહેરમાં ક્યો વિસ્તાર સૌથી વધુ ગરમ છે તેની ત્રણ દિવસ અગાઉ જ જાણ થશે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહે ત્યારે હીટ સ્ટોક તેમજ અર્બન હીટ આઇલેન્ડ જેવા જોખમોને ઓછા કરવા માટે પૂર્વસચેત પગલા લઈ શકાય તેના માટેનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી બચવા માટે AMCએ સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સેટલિયો લેબ્સ (SatLeo Labs) સાથે જોડાણ કર્યું છે, જેમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિકો પણ સામેલ છે. આ સ્ટાર્ટઅપની ઉચ્ચ-રિઝોલ્યુશન મલ્ટીબેન્ડ થર્મલ ઇન્ટેલિજન્સ સેટેલાઈટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટની ઓળખ કરશે અને 3 દિવસ અગાઉ હોટસ્પોટનું પૂર્વાનુમાન કરવામાં આવશે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી અપાશે ગરમીના હોટસ્પોટ વિસ્તારોની ઓળખ સેટેલાઇટ પરથી મેળવેલા લેન્ડ સર્કસ ટેમ્પરેચર (LST) ડેટાના આધારે કરવામાં આવશે. ત્યારબાદ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને 30-35 મીટર વિસ્તારના SPATIAL રિઝોલ્યુશન સાથે હવાના તાપમાનનું દૈનિક પૂર્વાનુમાન કરવામાં આવશે. આ પૂર્વાનુમાન 3 દિવસ અગાઉ ઉપલબ્ધ રહેશે અને તેની ચોકસાઈમાં 2-30 જેટલો ફરક હોઈ શકે છે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી દર્શાવવામાં આવી છે. હાલ 46 જેટલા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાર્ટઅપ સાથે જે જોડાણ કરીને પૂર્વાનુમાન નક્કી કરવામાં આવ્યું છે તેમાં 46 જેટલા સ્થળો દર્શાવવામાં આવ્યા છે, જે આસપાસના એકથી બે કિલોમીટર વિસ્તાર ગરમ રહે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના આધારે આ વિસ્તારમાં વધારે ગરમી હોવાથી ત્યાં લોકોને પણ માહિતગાર કરી શકાય તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ:સોસાયટીઓમાં પરકોલેશન વેલ યોજનાઓ અમલમાં મુકાઈ, પાણી પુરવઠામાં વધારો કરવાની તૈયારીઓ
    Next Article
    સુરત પોલીસે યુવકની બોંચી પકડી ને બાઈકે વીલી મારી, CCTV:એક પોલીસકર્મી તો આરોપીના ખભે ચડી ગયો, હજારની ઊઘરાણીમાં નીકળેલી ગેંગ પર પોલીસ તૂટી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment