Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળામાં AI - ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં 4 દિવસમાં 9 લાખ લોકોની ભીડનું નિયંત્રણ, પબ્લિક સેફ્ટીને પ્રાધાન્ય, ઇમરજન્સીમાં તાત્કાલિક પહોંચતી એમ્બ્યુલન્સ

    15 hours ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળામાં AI આધારિત ક્રાઉડ મેનેજમેન્ટ ભીડને આધુનિક રીતે મેનેજ કરવામાં મદદરૂપ બન્યું છે. રાંધણ છઠ્ઠથી નોમ સુધીમાં 9 લાખ લોકોએ મેળો માણ્યો છે. ડ્રોનની મદદથી લોકોના ટ્રાફિકને ડાઇવર્ટ કરવાથી પબ્લિક સેફટી જળવાઈ રહે છે. આ ઉપરાંત ઈમરજન્સીની પરિસ્થિતિમાં ઈમરજન્સી કોરિડોરમાંથી એમ્બ્યુલન્સ તાત્કાલિક જલ્દી સુધી પહોંચી શકે છે અને ત્યાંથી તે દર્દીને હોસ્પિટલ પહોંચાડી સારવાર આપવામાં આવે છે. BIIAM ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડના કિશન બાટવિયાએ જણાવ્યું હતું કે, મને લોકમેળાનો ક્રાઉડ કંટ્રોલિંગ અને મોનિટરિંગનો ટેન્ડર મળેલું છે. જેમાં અમે મેળાના 4 દિવસ પૂર્ણ થયા છે. જેમાં આશરે 9 થી 10 લાખ લોકોએ હાજરી આપેલી છે.અમે અહીંયા કોઓર્ડિનેશન, ક્રાઉડ મોનિટરિંગ અને જે જગ્યાએ હેવી ફૂટફોલ હોય ત્યાં અમે પોલીસ કંટ્રોલ રૂમ અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બંને સાથે કોઓર્ડિનેશન કરી અને કામગીરી કરીએ છીએ.જેમકે શુક્રવારે વધારે ભીડ હતી. જેથી ગેટ નંબર 2 તરફ ભીડને ડાયવર્ટ કરાવી. ભીડ વધુ હોય તો પોલીસવાળાને અમે ઈન્ફોર્મ કરીએ તો એ લોકો પણ એક્શન લે છે. જેથી જોઈન્ટલી અમારું મિશન સક્સેસફુલ છે. આ લોકમેળામાં લાઈવ હીટ મેપ જનરેશન હતું એ અમારા માટે નવું હતું. આગામી વર્ષે અમે હજુ ઈમ્પ્રુવ થઈને એક સારી સિસ્ટમ ડેવલપ કરશું. અમે લોકો બે PC રાખ્યા છે અને અમે લાઈવ સ્ટ્રીમ બનાવી છે. જે ડાયરેક્ટ કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર રૂમમાં જશે અને એ લોકમેળા સમિતિ અધ્યક્ષ અજય ઝાપડાને જશે અને એક પોલીસ કંટ્રોલ રૂમને પહોંચશે.2 ડ્રોન સવારના 9 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી સતત આકાશમાં ફરતા હોય છે. જે જગ્યાએ અમને હાઈ ડેન્સિટી દેખાય, હાઈ વોલ્યુમ દેખાય ત્યાં અમે એમને જાણ કરીએ છીએ. ઈમરજન્સી રૂટ હોય તો પોલીસને જાણ કરવી કે અહીંયાથી ઈમરજન્સી રૂટમાં એમ્બ્યુલન્સને જવું છે તો પોલીસ ટ્રાફિક ક્લિયર કરતા જાય અને તેથી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ શકે. દર અડધી કલાકે બધા જ ઈમરજન્સી રૂટ્સ ક્લિયર છે કે નહીં એ જોવાનું કામ પણ અમારું જ છે. જ્યાં ટ્રાફિક ક્લિયર ન હોય ત્યાં દબાણ શાખાને ઈન્ફોર્મ કરીને દબાણ હટાવવાનું કહેવામાં આવે છે. AI થી ક્રાઉડ મેનેજમેન્ટથી પબ્લિક સેફ્ટી વધી ગઈ છે પબ્લિક સેફ્ટી માટે એક્સ્ટ્રા ઈમરજન્સી કોરિડોર્સ બનાવ્યા છે. ગત વખતે એ કોરિડોર નહોતો. આ વખતે જે ઈમરજન્સી કોરિડોર હતો. જે હેલ્પફુલ છે. ડાયરેક્ટ ફનવર્લ્ડથી જ એમ્બ્યુલન્સ બહાર મેઈન રોડ ઉપર જતી રહે છે. 4 સપ્ટેમ્બરના એક ટાઈમ ઉપર 1.23 લાખ લોકો હતા. એ લોકોને મેનેજ કરવા માટે પણ આ AI ક્રાઉડ મેનેજમેન્ટ મદદરૂપ બને છે. લોકમેળામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંકલનમાં રહી સતત ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ અંગે પુરવઠા અધિકારી અજયભાઈ ઝાપડાએ જણાવ્યું છે કે, સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં ડ્રોન કોન્સોલ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ડ્રોન દ્વારા આવતા વિઝ્યુઅલ્સ પરથી ખાસ સોફ્ટવેરમાં હિટ મેપ જનરેટ થાય છે. આ સોફ્ટવેર દ્વારા નિશ્ચિત પોઇન્ટ આસપાસ કેટલા લોકો એકત્રિત થયા છે તેનો આંકડો પણ જાણી શકાય છે. પરિણામે જે એરિયામાં વધુ પડતું ક્રાઉડ દેખાય એટલે તુર્તજ વોકીટોકીના માધ્યમથી પોલીસ કંટ્રોલ રૂમને તે સ્થળની જાણકારી આપવામાં આવે છે. જેથી ફરજ પરની પોલીસને તાત્કાલિક સૂચના આપી લોકોને એક જ જગ્યાએ એકત્રિત ના થાય તેમજ સતત મુવમેન્ટ ચાલુ રહે તે માટે સૂચના આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરાળાના ભોજાવદર ગામે જુગારધામ પર દરોડો:રેલવે નાળા પાસે જુગાર રમતા 6 શખસને 12 હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યાં
    Next Article
    12 Die, Several Fall Ill After Drinking Poisonous Liquor In Madhya Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment