Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈ...ભાઈ...આ ટુ-વ્હીલર તો વાતો અને મજાક કરે છે:'એન્જિન સ્ટાર્ટ' બોલતા જ ભાગ્યું, હોર્નથી હેડલાઈટ સુધી વોઇસથી જ કંટ્રોલ, સુરતી વકીલે AIથી કરી કમાલ

    18 hours ago

    સુરતના રસ્તાઓ પર હવે હોલીવુડની ફિલ્મો જેવું દૃશ્ય હકીકતમાં જોવા મળી રહ્યું છે, જ્યાં એક સામાન્ય મોપેડ માણસની જેમ વાતો કરે છે અને વોઈસ કમાન્ડ પર દોડે છે. સુરતના એક વકીલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક સેન્સર ટેક્નોલોજીની મદદથી એક એવું 'સ્માર્ટ મોપેડ' તૈયાર કર્યું છે, જે માત્ર 'એન્જિન સ્ટાર્ટ' બોલતાની સાથે જ શરૂ થઈ જાય છે એટલું જ નહીં, પણ હેલ્મેટ ન પહેર્યું હોય તો કાયદાની કલમો સાથે ઠપકો પણ આપે છે. ઇન્ટરનેટ અને માઇક્રો-પ્રોસેસરથી સજ્જ આ વાહન ડ્રાઈવર સાથે મિત્રની જેમ મજાક-મસ્તી કરે છે, ગીતો સંભળાવે છે અને પાંચ વર્ષ જૂની અકસ્માતની યાદો પણ તાજી કરી શકે છે. ટેક્નોલોજી અને 'જુગાડ'ના આ અનોખા સંગમે હાલ આખા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. લોખંડના એન્જિનમાં ફૂંકાઈ 'AI'ની ફૂંક: શું છે આ અનોખું ટુ-વ્હીલર? સામાન્ય રીતે આપણે સ્કૂટર ચલાવતી વખતે કાનમાં ઇયરફોન નાખતા હોઈએ છીએ, પણ આ સ્કૂટર ચલાવતી વખતે તમારે કોઈ મ્યુઝિક સિસ્ટમની જરૂર નથી. સુરતના જાણીતા વકીલ મુકેશ ભાવસારે એક એવું 'સ્માર્ટ મોપેડ' તૈયાર કર્યું છે જે વોઈસ કમાન્ડ પર કામ કરે છે. દેખાવમાં આ વાહન અન્ય એક્ટિવા કે જ્યુપિટર જેવું જ લાગે છે, પરંતુ તેની સીટ નીચે અને હેન્ડલ પાસે ફિટ કરાયેલી ખાસ ચિપ, સેન્સર અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી તેને 'રોબોટિક વ્હીકલ' બનાવે છે. આ ટુ-વ્હીલર હવે માત્ર લોખંડનું માળખું નથી રહ્યું. મેં તેને આઈપી (IP) એડ્રેસ અને વેબપેજ સાથે કનેક્ટ કર્યું છે. યાદશક્તિ એટલી શાર્પ કે 5 વર્ષ જૂનો અકસ્માત પણ યાદ અપાવે! આ સ્કૂટરની સૌથી ચોંકાવનારી બાબત તેની 'મેમરી' છે. મુકેશભાઈએ તેમાં હાઈ-કેપેસિટી મેમરી કાર્ડ ફિટ કર્યું છે. આ કાર્ડમાં ડેટા લોગ થાય છે. જો આ વાહન સાથે અગાઉ ક્યારેય કોઈ નાનો-મોટો અકસ્માત થયો હોય, તો પૂછવા પર તે તારીખ અને સમય સાથે જણાવે છે કે કયા સંજોગોમાં ઘટના બની હતી. તે તમારી 'સારી-નરસી' યાદોનો સંગ્રહ કરે છે. જ્યારે રાઈડર એકલો હોય અને કંટાળતો હોય, ત્યારે આ વાહન તેની જૂની યાદો તાજી કરાવીને મનોરંજન પૂરું પાડે છે. 'કોડિંગ શીખીને આમાં સ્પીકર અને માઈક્રો પ્રોસેસર ફિટ કર્યા' મુકેશ ભાવસાર માત્ર વકીલાત જ નથી કરતા, પણ તેમને ટેક્નોલોજીમાં ઊંડો રસ છે. તેમણે જણાવ્યું કે, આશરે પાંચ વર્ષ પહેલા મેં એજ્યુકેશન પર્પઝ માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મારો હેતુ એ હતો કે ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે થઈ શકે. મેં જાતે જ કોડિંગ શીખીને આમાં સ્પીકર અને માઈક્રો પ્રોસેસર ફિટ કર્યા છે. આજે આ વાહન ઈન્ટરનેટની મદદથી ગૂગલ સર્ચ કરીને પણ તમને જવાબો આપી શકે છે. મુકેશભાઈનું આ મોપેડ કાયદાનું જ્ઞાન પણ ધરાવે છે તમે ડ્રાઈવિંગ કરતા હોવ અને અચાનક તમને કોઈ કાયદાકીય મૂંઝવણ થાય, તો તમારે ફોન કરવાની જરૂર નથી. મુકેશભાઈનું આ મોપેડ કાયદાનું જ્ઞાન પણ ધરાવે છે. તમારી પસંદગીના ગીતો પ્લે કરે છે. તમે પૂછો 'કેમ છે?', તો તે સામો જવાબ આપે છે 'હું મજામાં છું, ચાલો આજે ક્યાં જવું છે?'. એન્જિનમાં કોઈ ખામી હોય કે ઓઈલ લેવલ ઓછું હોય, તો તે બોલીને એલર્ટ આપે છે. આ વાહન સુરતના 'જુગાડ' અને 'ટેલેન્ટ'નો ઉત્તમ નમૂનો જ્યારે મુકેશભાઈ આ મોપેડ લઈને સુરતના રસ્તા પર નીકળે છે, ત્યારે સિગ્નલ પર લોકો અચંબો પામી જાય છે. લોકો પૂછે છે કે શું ખરેખર ગાડી બોલે છે? આ વાહન સુરતના 'જુગાડ' અને 'ટેલેન્ટ'નો ઉત્તમ નમૂનો છે. મુકેશભાઈ માને છે કે ભવિષ્યમાં આવા વાહનો અકસ્માતો ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે, કારણ કે તે સતત ડ્રાઈવર સાથે વાત કરીને તેને જાગૃત રાખે છે. સુરતના વકીલ મુકેશ ભાવસારે સાબિત કર્યું છે કે જો તમારી પાસે વિઝન હોય, તો તમે ઘર આંગણે પણ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નો જાદુ સર્જી શકો છો. આ 'ટોકિંગ મોપેડ' આવનારા સમયમાં સ્માર્ટ વ્હીકલ ઉદ્યોગ માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓને 24,000 કરોડ આપી રહ્યા છે 4 ચૂંટણી રાજ્યો:તમિલનાડુમાં સમર પેકેજ, આસામમાં બિહુ બોનસ; બંગાળમાં મમતાએ સૌથી મોટો દાવ લગાવ્યો
    Next Article
    જામનગરથી દ્વારકા 140 કિમી સાયકલ યાત્રા:પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment