Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર-બોટાદમાં AI આધારિત 10 'હેલ્થ કિઓસ્ક'નો પ્રારંભ:રૂ.3000ના લેબ ટેસ્ટ હવે મફત; 20 મિનિટમાં 40થી 60 ટેસ્ટના રિપોર્ટ સીધા વ્હોટ્સએપ મળી જશે

    22 hours ago

    ટેકનોલોજીના યુગમાં નાણાકીય વ્યવહારો માટેના ATM અને અનાજ માટેના 'ગ્રેન ATM'ની જેમ હવે આરોગ્ય સેવાઓ વધુ સરળ બનાવવા માટે 'હેલ્થ ATM' (હેલ્થ કિઓસ્ક)ની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી, IOCL (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ)ના CSR સપોર્ટ અને 'દેવ ફાઉન્ડેશન'ના સહયોગથી ભાવનગર અને બોટાદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં AI સંચાલિત 'હેલ્થ કિઓસ્ક' મશીન મુકાયા છે. આ સુવિધાથી છેવાડાના નાગરિકોને રૂ. 3000ની કિંમતના લેબ ટેસ્ટ મફતમાં મળશે અને માત્ર 20થી 22 મિનિટમાં 40થી 60 ટેસ્ટના રિપોર્ટ સીધા વોટ્સએપ પર પ્રાપ્ત થઈ જશે. આ સેવાનો લાભ લોકો અઠવાડિયા બાદ લઈ શકશે. ભાવનગર-બોટાદમાં 10 જગ્યાએ મુકાશે હેલ્થ ATM ભાવનગર શહેરમાં 4 સ્થળ કરચલીયા પરા, આણંદનગર, શિવાજી સર્કલ તથા કુંભારવાડા પીએચસી સેન્ટરમાં મૂકાશે. જ્યારે જિલ્લામાં 4 સ્થળમાં કોળીયાક સીએચસી સેન્ટર, પીથલપુર પીએચસી સેન્ટર, સરતાનપર બંદર પીએસસી સેન્ટર અને પાલીતાણા યુપીએચસી સેન્ટરનો સમાવેશ થાય છે. તો બોટાદ જિલ્લામાં બોટાદ ડીએચ સેન્ટર અને ગઢડા સીએચસી સેન્ટરમાં મુકાશે. મશીનની મુખ્ય વિશેષતાઓ અને લાભ સામાન્ય રીતે જે લેબ ટેસ્ટના રિપોર્ટ આવવામાં 24 કલાક જેટલો સમય લાગે છે, તે ટેસ્ટ આ મશીન દ્વારા માત્ર 20થી 22 મિનિટની અંદર તૈયાર થઈ જશે. આ મશીન દ્વારા બ્લડ રિપોર્ટ, લિપિડ પ્રોફાઈલ, યુરિન એસિડ સહિતના 40થી 60 જેટલા જુદા-જુદા મહત્વપૂર્ણ હેલ્થ ટેસ્ટ એકસાથે કરી શકાશે. બહારની ખાનગી લેબોરેટરીમાં જે રિપોર્ટ કરાવવાનો ખર્ચ રૂ.3000થી વધુ થાય છે, તે તમામ ટેસ્ટ સામાન્ય અને ગરીબ જનતા માટે અહીં બિલકુલ ફ્રી થશે. દર્દીનો મોબાઈલ નંબર એન્ટર કરતાની સાથે જ રિપોર્ટ સીધો તેમના વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે. મશીન દ્વારા મેળવેલ રિપોર્ટનું AI વડે ત્વરિત એનાલિસિસ થશે અને જરૂર જણાયે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટર પાસેથી આગળની ટ્રીટમેન્ટનું માર્ગદર્શન પણ મેળવી શકાશે. 'હજારો રૂપિયાના ટેસ્ટ વિનામૂલ્યે અને થોડી જ મિનિટોમાં થશે' આ અંગે IOCLના જનરલ મેનેજર ડૉ. શૈલેન્દ્રસિંહ જાડેજા અને દેવ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિલેશ પંડ્યાએ જણાવ્યું કે, જેમ પૈસા માટે ATM હોય છે, તેમ આ આરોગ્ય તપાસ માટેનું 'હેલ્થ ATM' છે. ગામડાં અને શહેરના લોકોને પોતાની તબિયત અંગે ત્વરિત પ્રાથમિક જાણકારી મળી રહે અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા હેતુથી PHC સેન્ટરો પર આ સુવિધા ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. ભાવનગર-બોટાદના લોકોને લેબોરેટરીઓના ધક્કામાંથી મુક્તિ મળશેઃ નિમુબેન આ અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'વિકસિત ભારત'ના વિઝન અંતર્ગત આ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ મશીન મૂકવામાં આવ્યા છે. જેમ કરચલિયાપરામાં 24x7 ચાલતું 'ગ્રેન ATM' સેવા આપી રહ્યું છે, તેમ આ 'હેલ્થ ATM' છેવાડાના અને ગરીબ નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ ઝડપથી પહોંચાડશે. આ સુવિધા શરૂ થવાથી ભાવનગર અને બોટાદના પછાત તથા ગ્રામીણ વિસ્તારના દર્દીઓને લેબોરેટરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે અને ઘરઆંગણે જ ઝડપી તેમજ સચોટ નિદાન શક્ય બનશે.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીમાં 3.40 લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો:ખારેલ ઓવરબ્રીજ પાસેથી છોટા હાથી ટેમ્પોમાંથી વિદેશી દારૂ અને બિયર જપ્ત
    Next Article
    અનુષ્કાએ યોગ અને કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:સુરેન્દ્રનગરની દયામયી માતા સ્કૂલનું નામ રોશન કર્યું, રાજ્ય કક્ષા માટે ક્વોલિફાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment