Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલવિયા ચોકમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પા પર AHTUનો સપાટો:બોડી મસાજના નામે ચાલતું કુટણખાનું ઝડપાયું, 8 રૂપલલના મુક્ત

    2 weeks ago

    રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ધમધમતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વ્યસ્ત ગણાતા માલવિયા ચોક સ્થિત પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલા 'હાઈ ડ્રિમ વેલનેસ સ્પા'માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. બોડી મસાજના બહાને ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે એક મહિલા રિસેપ્શનિસ્ટ-ટેલિકોલરની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી અન્ય રાજ્યોની 8 યુવતીઓને મુક્ત કરાવી છે. આ રેડ દરમિયાન સ્પાના 2 મુખ્ય સંચાલકો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો માલવિયા ચોક પાસે પ્રમુખ આર્કેડના 2જા માળે આવેલા 'હાઈ ડ્રિમ વેલનેસ સ્પા'માં બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવી મસાજના નામે ગ્રાહકો પાસેથી અનૈતિક દેહવ્યાપાર કરાવાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે AHTU ટીમના પીઆઈ બી.બી. જાડેજાની ટીમે એક ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતાં જ પોલીસે ત્રાટકીને સ્પા માલિક પ્રદિપ ચાવડા, મુકેશ વાઘેલા અને રિસેપ્શનિસ્ટ મહિલા સામે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી. ગ્રાહક પાસેથી ₹3000 વસૂલાતા, 14600 નો મુદ્દામાલ જપ્ત પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સ્પા સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે 1000 રૂપિયા વસૂલતા હતા.ત્યારબાદ શારીરિક સંબંધ એટલે કે એક્સ્ટ્રા સર્વિસ માટે ગ્રાહક દીઠ 3000 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાંથી સ્પા સંચાલક 1000 રૂપિયા કમિશન રાખી બાકીના 2000 રૂપિયા યુવતીઓને આપતા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ અને 2 મોબાઈલ સહિત કુલ 14,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી 8 યુવતીઓને મુક્ત કરાવી હતી. 10 મહિના પહેલાં ઓક્ટોબર 2025માં પણ આ જ સ્પામાં રેડ પડી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સ્પા છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય છે. આજથી 10 મહિના પહેલાં એટલે કે ગત ઓક્ટોબર 2025 માં પણ પોલીસે આજ જગ્યાએ દરોડો પાડીને કુટણખાનું ઝડપી લીધું હતું. તે સમયે દ્વારકાના સંચાલક જયંતી વાઘેલા અને પૃથ્વી રામ સિંગની અટકાયત કરવામાં આવી હતી અને 8 યુવતીઓ મુક્ત કરાવાઈ હતી. છતાં ફરીથી આ સ્થળે અનૈતિક પ્રવૃત્તિ શરૂ થઈ જતાં પોલીસે હવે ફરાર માલિકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફૂડ વિભાગની સઘન તપાસ:7 પેઢીને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ, પાણી-ખાદ્ય પદાર્થોના ટેસ્ટ રિપોર્ટથી માંડી ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટની ચકાસણી
    Next Article
    નવસારીમાં પત્રકાર ₹51,000ની લાંચ લેતા ઝડપાયો:ભ્રષ્ટાચારના સમાચાર ન છાપવા માટે માંગી લાંચ, ACB ટ્રેપમાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment