Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટ મેચમાં પહેલીવાર વંદે માતરમ ગવાયું:આ પછી નેશનલ એન્થમ વાગ્યું; બુમરાહે કમબેક પછી બીજા જ બોલે વિકેટ ઝડપી, AFGએ બે વિકેટ ગુમાવી

    15 hours ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી T20માં જસપ્રીત બુમરાહે કમબેક કરતાની સાથે જ વિકેટ ઝડપી લીધી. તેણે બીજા જ બોલે રહમાનુલ્લાહ ગુરબાઝને અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો. ગુરબાઝ 2 બોલમાં ખાતું પણ ખોલી શક્યો નહીં. અફઘાનિસ્તાનનો સ્કોર 38/2 છે. આ પહેલાં મેચ શરૂ થતાં પૂર્વે વંદે માતરમ ગવાયું. આ પછી નેશનલ એન્થમ વાગ્યું. ક્રિકેટ મેચમાં પહેલીવાર આવું બન્યું છે. મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતની પ્લેઇંગ-11માં વૈભવ સૂર્યવંશીને જગ્યા મળી નથી. ત્રણ T20 મેચની સિરીઝની તમામ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    Sacked From Pakistan Team, Salman Ali Agha Makes Massive Statement With 300 Off 336 Balls
    Next Article
    ગણેશ આગમનમાં સ્ટીલની સ્ટીક ફેરવી રીલ બનાવવી ભારે પડી:ડુંગરી પોલીસે 24 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો, શોભાયાત્રામાં સીનસપાટા ભારે પડ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment