Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACPDC દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર:ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ, 40 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ

    3 days ago

    એડમિશન કમિટી ફોર ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેની પહેલી મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરી બાદ સીધા બીજા વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયામાં પ્રવેશ સમિતિ ACPDC દ્વારા પ્રવેશ વર્ષ 2026- 27 માટે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી હતી જે પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. ACPDC દ્વારા કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી રાજ્યમાં સરકારી 31, અનુદાનિત 5 અને સ્વનિર્ભર પીપીપી આધારિત 154 સંસ્થાઓની અંદાજે 11,764 બેઠકો તેમજ અન્ય 32,922 બેઠકો મળી કુલ 40,687 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ACPDC દ્વારા કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં પ્રથમ ઉમેદવારનો મેરિટ માર્ક્સ 300 નોંધાયો છે. કુલ રજીસ્ટ્રેશન કરાવનારા 2646 વિદ્યાર્થીઓ પૈકીના 2518 વિદ્યાર્થીઓનો મેરીટ યાદીમાં સમાવેશ કરાયો છે. પૂરતા ડોક્યુમેન્ટસ રજૂ કરવાના કારણે પ્રોવિઝનલ મેરીટમાં રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ પૈકીના 128 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો નથી. ગયા વર્ષ 2025-2026ની પ્રવેશ પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન કરાવનારા 2008 વિદ્યાર્થીઓમાંથી મેરીટ યાદીમાં 1904 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જેથી ગયા વર્ષ માટે આ વર્ષે 1514 વિદ્યાર્થીઓ વધુ છે. 19 તારીખના બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે ગયા વર્ષે પણ 104 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં સમાવેશ કરાયો ન હતો તેમજ એડમિશન કમિટી ફોર ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ મેરીટ યાદીમાં કોઈ પણ વિસંગતતા વિદ્યાર્થીઓને હોય તો તે લોકો 19 તારીખના બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. તેમજ 18 તારીખે મોક રાઉન્ડનું સંસ્થા પંસદગીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:નારણપર ત્રણ રસ્તા પાસે ટ્રેઇલરની હડફેટે ભુજની યુવતીનું કરૂણ મોત
    Next Article
    'સોનાના ભાવ વધશે તો તેની જવાબદારી મોદી સાહેબ લેશે?', VIDEO:'મોદીએ કહ્યું એટલે મેરેજ એનવર્સિરી પર ગોલ્ડ લેવાનું ટાળ્યું', PMની અપીલને લઈ લોકોએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment