Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACFના અમેરિકામાં 12 વર્ષ:USમાં ક્રિકેટ કોચિંગ એજ્યુકેશનને સ્ટ્રોંગ બનાવે છે

    8 hours ago

    લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સાથે સન્માનિત મલ્ટિ-સ્પોર્ટ કોચ અને ક્રિકેટ હોલ ઓફ ફેમ ધરાવતા જતીન પટેલના ACF (અમેરિકન ક્રિકેટ ફાઉન્ડેશન) ક્રિકેટ કોચિંગ પ્રોગ્રામે તાજેતરમાં જ 12 વર્ષ પૂર્ણ કર્યા. સ્કોલાસ્ટિક પ્રોગ્રામ: લેવલ 1 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ ક્રિકેટનું બેઝિક કોચિંગ આપવા અને શાળાઓમાં PE અભ્યાસક્રમના ભાગ રૂપે સ્પોર્ટ્સને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો મૂળ ઉદ્દેશ અમેરિકન યુવાનોને ક્રિકેટ અંગે માહિતીગાર કરવાનો, નાની ઉંમરે સ્પોર્ટ્સ પ્રત્યે રસ અને સમજણ કેળવવાનો છે. આ પ્રોગ્રામ અમેરિકન કોચિંગ દૃષ્ટિકોણથી અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે શાળાઓ અને કોલેજોના શિક્ષકો ક્રિકેટને કેવી રીતે સમજે છે અને શીખવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોગ્રામનો હેતુ અમેરિકન યુવાનોને ક્રિકેટ સરળ રીતે સમજાય તે છે. એડવાન્સ પ્રોગ્રામ: લેવલ 2 ૨૦15માં શરૂ કરવામાં આવ્યું હતું. સર્ટિફાઇડ કોચ લેવલ 1ના કોચ તથા સ્વયંસેવકોને તાલીમ આપે છે. મે 2026માં અમેરિકામાં 500થી લોકો લેવલ 2ના સર્ટિફાઇડ કોચ છે. આ 500 લોકોમાં દેશ બહારના કોચ તથા શાળા-કોલેજના ટીચર્સ-પ્રોફેસર્સનો સમાવેશ થતો નથી. 2019માં કોરોના પહેલા ACFએ ભારતમાં ઓમટેક્સ સ્પોર્ટ્સ સાથે મળીને ટી-20ના વર્ચ્યુઅલ કોચિંગના પ્રોગ્રામ શરૂ કર્યા હતા. ગોલ્ડ સ્ટેટસથી સન્માનિત નવું લેવલ 3 અમેરિકામાં કોચ માટેના પ્રોગ્રામને રિપ્રેઝન્ટ કરે છે, જેમાં હાઇલી એડવાન્સ સ્પોર્ટ્સ એનાલિસિસ, વીડિયો, માઇન્ડફુલનેસ સાથે માનસિકતા અને AI-સંચાલિત ડિજિટલ કોચિંગનો સમાવેશ થાય છે. ACF બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ પ્રોગ્રામને પ્રમાણિત કર્યો હતો. ત્યારબાદ અમેરિકન ક્રિકેટ એજ્યુકેશન કાઉન્સિલ (ACEC)એ પણ મંજૂરી આપી. 1981માં સ્થાપિત ક્રિકેટ હોલ ઓફ ફેમે પણ સપોર્ટ કર્યો છે. નોંધનીય છે કે ACF એ છેલ્લા એક દાયકામાં અમેરિકામાં ક્રિકેટના એજ્યુકેશન અને કોચિંગને પ્રોત્સાહન આપવામાં ખાસ્સું એવું કામ કર્યું છે. ACF ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજ ક્રિકેટર્સ સાથે મળીને તાલીમ આપે છે. માત્ર બાર વર્ષમાં ACF એ અમેરિકામાં અગ્રણી ક્રિકેટ કોચિંગ પ્રોગ્રામમાં સ્થાન મેળવ્યું છે. ACF કોચ માટે અને કોચ દ્વારાની ફિલસૂફીથી કામ કરે છે. ACF અમેરિકામાં ક્રિકેટને સ્ટ્રોંગ બનવવા માગે છે અને તે માટે ક્રિકેટર્સ ને કોચની સંખ્યા સતત વધારવા માગે છે. 2026માં તે 28 મિની વર્ચ્યુઅલ કોર્સ શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂની એન્ટ્રીથી ગાંધીનગર હાઈએલર્ટ મોડ પર:ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ સફાળું જાગ્યું , ચારેય તાલુકા માં 18 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરાશે
    Next Article
    Saif Ali Khan Addresses Comparisons Between Pawan Of Kartavya And Langda Tyagi Of Omkara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment