Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચ માંગનાર નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ નોંધ્યો:મહેસાણામાં જમીન શરત ફેરફાર માટે ₹15 હજારની માંગ કરી હતી, ગાંધીનગર ACBના પીઆઈએ વધુ તપાસ હાથ ધરી

    13 hours ago

    મહેસાણા મામલતદાર કચેરીના તત્કાલીન નાયબ મામલતદાર (ટ્રેઝરી અને મહેસુલ, વર્ગ-3) અને હાલ વયનિવૃત્ત અંબાલાલ નારણદાસ પટેલ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની વિગત મુજબ, એક અરજદારે તેમના સાહેદની નવી શરતની ખેતીની જમીન જુની શરતમાં ફેરવવા માટે મહેસાણા મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી. આ કામના બદલામાં તત્કાલીન નાયબ મામલતદાર અંબાલાલ પટેલે રૂ. 15 હજાર ની લાંચની માંગણી કરી હતી. અરજદારે આ લાંચની માંગણીનું વોઇસ રેકોર્ડિંગ કરી લીધું હતું અને જરૂરી પુરાવાઓ સાથે અમદાવાદના શાહીબાગ સ્થિત લાંચ રૂશ્વત બ્યુરોની નિયામકની કચેરી ખાતે લેખિત અરજી કરી હતી. આરોપી વયનિવૃત્ત અંબાલાલ પટેલ સામે ફરિયાદ અરજીના આધારે તપાસનો હુકમ થતાં એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓને આધારે લાંચનો ગુનો બન્યો હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું હતું. તેના આધારે મહેસાણા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા દ્વારા સરકાર તરફે ફરિયાદ આપતાં, આરોપી અંબાલાલ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા-2018) ની કલમ 7(a), 13(1)(a) અને 13(2) મુજબ ગુ.ર.નં. 08/2026 થી ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર ACBના PI તપાસ કરી રહ્યા છે આ કેસની ઇન્ક્વાયરી તપાસ મહેસાણા એસીબીના પી.આઈ. એસ.ડી. ચાવડાએ કરી હતી. જ્યારે આ સમગ્ર તપાસનું સુપરવિઝન ગાંધીનગર એકમના એસીબી મદદનીશ નિયામક એ.કે. પરમારના માર્ગદર્શન હેઠળ થયું હતું. ગુનો નોંધાયા બાદ આગળની વધુ તપાસ ગાંધીનગર એસીબી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. લાસન દ્વારા સંભાળવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની મલખમ ખેલાડીઓએ ઉત્તરપ્રદેશમાં ડંકો વગાડ્યો:ઝાંસી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા મલ્ખમ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, અંડર-18 બોયઝ, અંડર-14 ગર્લ્સ મલખમ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો
    Next Article
    'Indomitable Courage': Ravi Kishan Praises flydubai Hero Pilot Captain Smit Machchhar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment