Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACBના એડિશનલ ડાયરેક્ટર IPS પ્રવીણ માલ સાથે 61 લાખની ઠગાઈ:અમદાવાદમાં ફ્લેટ અપાવવાના નામે રૂપિયા પડાવ્યા, બિલ્ડર દંપતી IAS-IPS અને મંત્રીઓ સાથે સંબંધ હોવાની શેખી મારતું

    12 hours ago

    અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરવાનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા IPS અધિકારી પ્રવીણ માલ અને તેમના પરિવાર સાથે ફ્લેટ અપાવવાના નામે ₹61.15 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી બિલ્ડર દંપતી સામે ગુનો નોંધાયો છે. 2014માં મુલાકાત અને વિશ્વાસ કેળવ્યો પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, IPS પ્રવીણ માલ જ્યારે સાબરકાંઠાના SP તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વર્ષ 2014માં અન્ય એક અધિકારીના રેફરન્સથી અમિત જાની અને તેની પત્ની જિજ્ઞાસા જાની (બંને રહે. બેલ્વેડર સોસાયટી, જગતપુર) સાથે તેમની મુલાકાત થઈ હતી. અમિત જાનીએ પોતે મોટો બિલ્ડર હોવાની અને રાજ્યના અનેક શહેરોમાં તેની કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલતી હોવાની મોટી વાતો કરી હતી. આરોપી દંપતીએ રાજ્યના અનેક IAS, IPS અધિકારીઓ તેમજ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાનો દાવો કર્યો હતો અને આ અગ્રણીઓને પોતાની સ્કીમમાં ફ્લેટ અપાવ્યા હોવાનું કહીને IPS અધિકારીનો વિશ્વાસ જીત્યો હતો. ફ્લેટના નામે ટુકડે-ટુકડે ₹61.15 લાખ પડાવ્યા IPS પ્રવીણ માલના પિતાએ તેમની પેન્શનની બચત અને ખેતીની આવકના નાણાંથી અમદાવાદમાં ફ્લેટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમિત જાનીએ શરૂઆતમાં થલતેજ વિસ્તારમાં ફ્લેટ બતાવીને ટોકન પેટે ₹1.20 લાખ લીધા હતા. ત્યારબાદ IPSના પિતા પાસેથી વધુ ₹59 લાખ મેળવી લીધા હતા. રૂ. 61.15 લાખ મેળવી લીધા બાદ, આરોપીએ થલતેજનો ફ્લેટ નાનો હોવાનું કહીને ગોદરેજ ગાર્ડન સિટી ખાતે મોટો ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો અને મૌખિક કરાર કર્યો હતો. દસ્તાવેજમાં ગલ્લા-તલ્લા થતાં ભાંડો ફૂટ્યો નાણાં મેળવી લીધા બાદ જ્યારે પણ ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાની વાત આવતી, ત્યારે અમિત જાની અવનવા બહાના બતાવીને દસ્તાવેજ ટાળતો હતો. સતત બહાનાબાજીથી શંકા જતાં IPS પ્રવીણ માલે પોતાના સ્તરે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી દંપતી એકબીજાના મેળાપીપણામાં ઉચ્ચ સરકારી અધિકારીઓને આવી લોભામણી લાલચો આપીને નાણાં મેળવી છેતરપિંડી આચરવાની પદ્ધતિ ધરાવે છે. IPS પ્રવીણ માલે આરોપી દંપતી સામે ફરિયાદ નોંધાવી આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં, IPS પ્રવીણ માલે આરોપી અમિત જાની અને તેની પત્ની જિજ્ઞાસા જાની સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી દંપતીની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા ઊડતાં ભાગદોડ, 5 કલાકની મથામણ બાદ કાબૂ; પ્લાસ્ટિકની ખુરશીઓ-ટેબલ અને વાયરિંગ સહિતનો માલસામાન બળીને ખાખ
    Next Article
    18 hour shifts, paid after 90 days: Actor Sudhir Pandey, 72, says deserves ‘better industry’ 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment