Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊનામાં ટ્રેક્ટર રોકવા લાંચ માંગતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો:ACBએ છટકું ગોઠવીને રૂ. 2,000 લેતા પકડ્યો, રૂ. 5,000ની લાંચ માંગી હતી

    10 hours ago

    ગીર સોમનાથના ઊનામાં એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવી એક હેડ કોન્સ્ટેબલ અને એક પ્રજાજનને પકડ્યા છે. ટ્રેક્ટર રોકવા માટે રૂ. 5,000ની લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી રૂ. 2,000 સ્વીકારતા બંને રંગેહાથ ઝડપાયા હતા. એક જાગૃત નાગરિકે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી હતી. ફરિયાદીના દમાસા ગામથી પથ્થરના ટ્રેક્ટરો આજુબાજુના ગામોમાં ફેરા કરે છે. સોમનાથ-ભાવનગર હાઈવે પર ટ્રાફિક પોલીસ ટ્રેક્ટરો રોકીને હેરાન કરતી હતી. આરોપી હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ ચીથડભાઈ બાંભણીયા (ઊના પોલીસ સ્ટેશન) અને પ્રજાજન દિનેશભાઈ નાથુભાઈ બાકીયા (ઉંમર 38, મોટા દેસર)એ બે ટ્રેક્ટરના બે મહિના માટે રૂ. 5,000ની લાંચ માંગી હતી. અગાઉ રૂ. 3,000 લઈ લીધા હતા અને બાકીના રૂ. 2,000 દિનેશભાઈને આપવાનું કહ્યું હતું. એ.સી.બી.એ દમાસા ખાતે છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકા દરમિયાન દિનેશભાઈ બાકીયા રૂ. 2,000 સ્વીકારતા પકડાઈ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણીયા સ્થળ પરથી મળી આવ્યા ન હતા, તેમની ધરપકડ બાકી છે. પોરબંદર એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દોલતપરામાં તાળું તોડી 3 લાખની ચોરી કરનાર ઝપાટામાં:​જુનાગઢમાં બંધ મકાનનું તાળું તોડી 3 લાખ રોકડા ચોરનારા બે તસ્કરો ગણતરીના દિવસોમાં ઝડપાયા: પોલીસે પૂરેપૂરી રકમ કબ્જે કરી..
    Next Article
    Saif Ali Khan Jokes He Still Hasn't Received His KBC Ghee Prize Or Cheque

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment