Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ ACBએ લાંચ કેસમાં બે આરોપીને ઝડપ્યા:એકને કોર્ટ કસ્ટડી, મહિલાને એક દિવસના રિમાન્ડ

    1 week ago

    વલસાડ ACB એ લાંચના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં સરોસ બહેરામ ઈરાની અને ધર્મિષ્ઠાબેન ઉમેશચંદ્ર પટેલનો સમાવેશ થાય છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સરોસ બહેરામ ઈરાનીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે, જ્યારે મહિલા આરોપી ધર્મિષ્ઠાબેન પટેલના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસ વલસાડ ACBમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયો હતો. પાટડીના ઉદવાડા ગામના રહેવાસી આ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7(a), 12, 13(1)(a) અને 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACB દ્વારા બંને આરોપીઓની 20 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરાયા હતા. ધર્મિષ્ઠાબેન પટેલના રિમાન્ડ 21 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધીના છે. ACB હવે રિમાન્ડ દરમિયાન ગુના સંબંધિત વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની સામાન્ય સભા મિનિટોમાં સમેટાઈ:સંકલનની બેઠક બાદ કમિશનરની ભલામણો પર સભ્યોની મૌન સંમતિ સાથે કરોડોના પ્રસ્તાવ મંજૂર, આરોગ્ય-વિકાસના કામોને લીલીઝંડી
    Next Article
    અણીદ્રામાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયું:પરવાના વિના વેચાણ થતા કાર્યવાહી, રૂ. 12.88 લાખનો મુદ્દામાલ સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment