Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અણીદ્રામાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયું:પરવાના વિના વેચાણ થતા કાર્યવાહી, રૂ. 12.88 લાખનો મુદ્દામાલ સીઝ

    1 week ago

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે 'સત્યમ પેટ્રોલિયમ' (BPCL) ખાતેથી ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતું એક મીની બ્રાઉઝર ઝડપાયું છે. જિલ્લા પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે આ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ મોબાઈલ બ્રાઉઝરનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન કરીને આસપાસના ગામડાઓમાં ડીઝલ વેચવા માટે થતો હતો. આ મોબાઈલ બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ માટે સંબંધિત તંત્ર પાસેથી કોઈ પરવાના, PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન મેળવવામાં આવ્યા ન હતા. કોઈપણ માન્ય મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પુરવઠા ટીમે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી. જેમાં મીની બ્રાઉઝર અને તેની સાથે જોડાયેલ ડિસ્પેન્સિંગ યુનિટની અંદાજિત કિંમત રૂ. 12,00,000 તથા તેમાં રહેલા આશરે 900 લિટર ડીઝલની કિંમત રૂ. 88,920 મળી, કુલ રૂ. 12,88,920નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પેટ્રોલિયમ પદાર્થોના વેચાણમાં જરૂરી પરવાના, લાઇસન્સ અને માપ-તોલ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ACBએ લાંચ કેસમાં બે આરોપીને ઝડપ્યા:એકને કોર્ટ કસ્ટડી, મહિલાને એક દિવસના રિમાન્ડ
    Next Article
    तेहरान की सड़कों पर लाखों का हुजूम, ख़ामेनेई के ख़िलाफ़ तमाम प्रॉपगैंडा ध्वस्त

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment