Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળોદ સરકારી શાળા સેન્ટ્રલ ACથી સજ્જ:80મા સ્વાતંત્ર્ય પર્વે વિદ્યાર્થીઓને મળી અનોખી ભેટ

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માળોદની સરકારી કુમાર શાળાને સેન્ટ્રલ AC સુવિધાથી સજ્જ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ માટે એક અનોખી ભેટ બની રહી છે. આ સુવિધા મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ ઉજવણીમાં માળોદ કેળવણી મંડળના પ્રમુખ મોહનભાઈ પટેલ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરી અને મહાનગરપાલિકાના ચેરમેન જયદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો, કોર્પોરેટરો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તે હેતુથી આ વિશેષ આયોજન કરાયું હતું. શાળામાં સેન્ટ્રલ AC સુવિધા શરૂ થવાથી વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળશે. આ વાતાનુકૂલિત વાતાવરણ બાળકોને અભ્યાસ માટે વધુ આરામદાયક અને અનુકૂળ માહોલ પૂરો પાડશે. ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં આવી આધુનિક સુવિધા ઊભી કરવી એ એક અનોખી પહેલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધાને પ્રાથમિકતા આપતી આ પહેલથી વાલીઓ અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આમ, માળોદ ગામમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓ માટે લાંબા સમય સુધી ઉપયોગી સાબિતી થાય તેવી સુવિધાની ભેટ સાથે યાદગાર બની હતી.
    Click here to Read More
    Previous Article
    પારસી સમુદાયે આજે 1396મા નવા વર્ષ 'નવરોઝ'ની ઉજવણી:અગિયારીમાં પ્રાર્થના કરી પતેતીની ઉજવણી કરી
    Next Article
    સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:LCBએ 2 આરોપીઓને ઝડપી રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment