Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારસી સમુદાયે આજે 1396મા નવા વર્ષ 'નવરોઝ'ની ઉજવણી:અગિયારીમાં પ્રાર્થના કરી પતેતીની ઉજવણી કરી

    8 hours ago

    દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં પારસી સમુદાયે આજે તેમના 1396મા નવા વર્ષ 'નવરોઝ'ની ઉજવણી કરી હતી. તરોટા બજાર સ્થિત અગિયારીમાં પાક આતસ બહેરામને પ્રાર્થના કરીને આ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. પારસી યુવાન મેરઝાદ વિસ્પી જમાદારના જણાવ્યા અનુસાર, નવરોઝ પહેલાના દસ દિવસ 'મુક્તાદ' તરીકે ઓળખાય છે, જેમાં અવસાન પામેલા પૂર્વજોને યાદ કરવામાં આવે છે, જે હિન્દુ ધર્મના શ્રાદ્ધ સમાન છે. ગઈકાલનો દિવસ, એટલે કે પારસી કેલેન્ડરનો છેલ્લો દિવસ, 'પતેતી' તરીકે ઉજવાય છે, અને આજથી નવું વર્ષ 'નવરોઝ' શરૂ થાય છે. આજે વહેલી સવારથી પારસી પરિવારો શહેરની 200 વર્ષ જૂની અગિયારીમાં એકઠા થયા હતા. તેમણે પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડા અને લોબાનની આહુતિ અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. દર્શન બાદ એકબીજાને નવરોઝની મુબારકબાદી પાઠવી હતી. સમગ્ર દિવસ દરમિયાન પારસી પરિવારો પરંપરાગત વ્યંજનો બનાવી આરોગે છે. તેઓ એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવે છે અને પોતાના પૂર્વજોને યાદ કરે છે. હજારો વર્ષો પૂર્વે ઈરાનથી દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ અહીંના સમાજમાં ભળી ગયા છે. નવસારી શહેરનું નામ પણ પારસીઓએ ઈરાનના 'સારી' શહેર જેવો નજારો જોઈને 'નવું સારી' આપ્યું હતું, જે અપભ્રંશ થઈને 'નવસારી' બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ પડ્યા પછી મેચ ફરી શરૂ થઈ:પડિકલની પહેલી સદી; ઈજાના કારણે રાહુલને મેદાન છોડવું પડ્યું; કેપ્ટન ગિલ ખરાબ શોટ રમીને આઉટ; સ્કોર 241/2
    Next Article
    માળોદ સરકારી શાળા સેન્ટ્રલ ACથી સજ્જ:80મા સ્વાતંત્ર્ય પર્વે વિદ્યાર્થીઓને મળી અનોખી ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment