Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરી બાદ AC ચાલુ કરી ચોર 6 કલાક સૂતો રહ્યો:એડવર્ટાઈઝિંગ એજન્સીમાં ચોરી, ભાવનગર LCBએ ઝડપ્યો, નવસારી ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો,

    3 दिन पहले

    નવસારીના જૂનાથાણા વિસ્તારમાં 15 એપ્રિલે એક એડવર્ટાઈઝિંગ એજન્સીની ઓફિસમાં ચોરી કર્યા બાદ એસી ચાલુ કરીને 6 કલાક સુધી સૂઈ જનાર ચોરને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારી ટાઉન પોલીસે ભાવનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના 15 એપ્રિલની રાત્રે જૂનાથાણાના પુષ્પાંજલી એપાર્ટમેન્ટની ઓફિસ નં. L-4 માં આવેલી 'ન્યુ આઇડીયા એડવર્ટાઇઝીંગ' નામની ઓફિસમાં બની હતી. અજાણ્યા તસ્કરે મોઢે રૂમાલ બાંધી ઓફિસનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તેણે ઓફિસના ડ્રોવરમાંથી રૂ. 60,000 રોકડા અને રૂ. 4,800ની કિંમતનું 10 ગ્રામ ચાંદી મળી કુલ રૂ. 64,800/- ના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે ઓફિસમાં જ એસી ચાલુ કરીને સૂઈ ગયો હતો અને સવારે ફરાર થઈ ગયો હતો. નવસારી પોલીસ જેની શોધમાં હતી તે આરોપી વિજય મકવાણાને પાંચ દિવસ પહેલા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ભાવનગર શહેરના ગારીયાધાર બાયપાસ રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણા (ઉંમર 35 વર્ષ) છે. તે હાલ સરદાર ચોક, સુખલાલ મહાદેવના મંદિર પાસે, લાલા પટેલના મકાનમાં, ભાવનગરમાં રહે છે. તેનું મૂળ રહેઠાણ ગુંદાળા રામનગર પ્લોટ વિસ્તાર, શિહોર, જી. ભાવનગર છે. તેની ધરપકડ બાદ નવસારી ટાઉન પોલીસે ભાવનગર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબજો મેળવી નવસારી લાવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Former minister Vijayabaskar latest AIADMK legislator to quit as crisis deepens for party
    Next Article
    વાહનચાલકો સાવધાન, 5 ચલણ બાદ લાઇસન્સ થશે સસ્પેન્ડ!:ગુજરાતમાં ટ્રાફિકના નિયમો થયા કડક, સમયસર દંડ નહીં ભરો તો ગાડી થઈ જશે બ્લોક; જાણો તમામ નવા નિયમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment