Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાન શરૂ:ACનું તાપમાન 24°C ફરજિયાત, LED અને 5-સ્ટાર સાધનોને પ્રાથમિકતા આપવી પડશે

    2 days ago

    રાજ્ય સરકાર દ્વારા સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો તેમજ જાહેર ઇમારતોમાં ઊર્જા બચત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વીજળીના વધતા વપરાશને નિયંત્રિત કરવા અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. સરકારના આ અભિયાન હેઠળ તમામ કચેરીઓએ વીજ બચત માટે ચોક્કસ પગલાં અમલમાં મૂકવાના રહેશે. કચેરીઓમાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ સ્થાપિત કરવાની રહેશે નવી માર્ગદર્શિકા મુજબ તમામ કચેરીઓમાં એર કન્ડીશનર (AC)નું તાપમાન ફરજિયાત રીતે 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. ઉપરાંત, વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માટે કચેરીઓમાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ સ્થાપિત કરવાની પણ યોજના બનાવવામાં આવી છે, જેથી રૂમ ખાલી હોય ત્યારે લાઈટ અને અન્ય સાધનો આપમેળે બંધ થઈ શકે. જૂના લાઈટને દૂર કરી તબક્કાવાર LED લગાવાશે સરકારે જૂની પરંપરાગત લાઈટોને તબક્કાવાર દૂર કરીને LED લાઈટો લગાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ભવિષ્યમાં થનારી ખરીદીમાં માત્ર 5-સ્ટાર રેટિંગ ધરાવતા ઊર્જા કાર્યક્ષમ સાધનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. ઊર્જા બચતના અમલીકરણ માટે દેખરેખનું વિશેષ માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિભાગે એકશન પ્લાન તૈયાર કરી 45 દિવસમાં સબમિટ કરવાનો રહેશે તમામ વિભાગોને પોતાનો એક્શન પ્લાન તૈયાર કરીને રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ 45 દિવસની અંદર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને પ્રાથમિક અહેવાલ સબમિટ કરવાનો રહેશે. કચેરીઓએ ઊર્જા વપરાશના ત્રિમાસિક અહેવાલો પણ નિયમિત રીતે મોકલવાના રહેશે. તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓએ દર વર્ષે થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ કરાવવું ફરજિયાત આ ઉપરાંત દરેક સરકારી અને અર્ધસરકારી કચેરી માટે દર વર્ષે થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટ કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઊર્જા બચતના માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓને સરકાર દ્વારા વિશેષ સન્માન પણ આપવામાં આવશે. સરકારને આશા છે કે આ ઝુંબેશથી વીજળીના ખર્ચમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને પણ વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશે પાંચમી વિકેટ ગુમાવી દીધી:રાધા યાદવે ત્રીજી સફળતા મેળવી, અગાઉ ફિલ્ડર્સે 3 કેચ ડ્રોપ કર્યા હતા; BANનો સ્કોર 133/5
    Next Article
    મહિલાના પર્સમાંથી બે જોડ સોનાની બુટ્ટી, એક સોનાની વીંટી મળી:જ્વેલર્સ શોપમાંથી ચોરી કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ, 62 હજારના સોનાના દાગીના કબજે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment