Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડમાં ABVP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ:વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપનું રાજ્યવ્યાપી બંધ; CM હેમંત બોલ્યા- વિપક્ષ યુવાનોને ભટકાવી રહ્યો છે

    13 hours ago

    ઝારખંડ વિધાનસભા ઘેરાવ દરમિયાન ABVP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. કાર્યકરો જૂની વિધાનસભા પાસે ભેગા થયા હતા, જ્યાં તેમને અટકાયતમાં લેવા માટે પોલીસ પહોંચી હતી. જે બાદ કેટલાક કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા, કેટલાક પોલીસ વાન આગળ બેસી ગયા. પોલીસ તેમને સતત ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે, આ દરમિયાન ઘર્ષણ થયું છે. ચોમાસુ સત્ર દરમિયાન ઝારખંડના CMએ વિપક્ષ પર યુવાનોને ભટકાવવાનો આરોપ લગાવ્યો. કહ્યું- ‘વિપક્ષ હોબાળો કરતો રહેશે, અમે અમારું કામ કરતા રહીશું. સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લઈ રહી છે.’ આ તરફ, ભાજપે મંગળવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. રાંચીમાં ભાજપના કાર્યકરોએ અનેક જગ્યાએ રસ્તા રોક્યા અને ટાયર સળગાવ્યા. કેટલાક જિલ્લાઓમાં કાર્યકરો બળજબરીથી દુકાનો બંધ કરાવતા જોવા મળ્યા. ઘણા શહેરોમાં લોકોની પોલીસે અટકાયત કરી છે. ભાજપે આરોપ લગાવ્યો કે JMMના નેતૃત્વવાળી સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ પર વાત કરવાને બદલે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓએ ઝારખંડમાં JPSC-JSSCમાં કથિત ગેરરીતિઓ વિરુદ્ધ સોમવારે પ્રદર્શન કર્યું હતું. વિધાનસભા ઘેરાવ દરમિયાન 100થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘણા વિદ્યાર્થીઓના હાથ અને પગમાં ફ્રેક્ચર થયા છે. રાંચી પોલીસના લગભગ 14 પોલીસકર્મીઓને પણ ઈજાઓ થઈ છે. સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે ત્રણ તબક્કાની વાતચીત અનિર્ણિત રહી છે. જોકે, સરકારે 9માંથી 6 માંગણીઓ સ્વીકારી લીધી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હવે તેઓ માત્ર સીએમ હેમંત સોરેન સાથે જ વાત કરશે. ભાજપ-AVBPના પ્રદર્શનની કેટલીક તસવીરો…. વિદ્યાર્થી આંદોલન અને ભાજપના ઝારખંડ બંધના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ….
    Click here to Read More
    Previous Article
    Hemant Soren Sarkar पर भड़के Prakash Raj |Jharkhand Student Lathicharge |JPSC Protest| Jantar Mantar
    Next Article
    મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા:ભારે વરસાદથી 8 મકાન ગરકાવ, 100 લોકો ફસાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment