Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોટિસ મળતાં ત્રણ દબાણકારોએ દુકાનનું દબાણ હટાવ્યું:કોટડા (જ.)માં પંચાયતે 8 લાખની 100 ચો.વાર જમીનનો કબજો લીધો

    15 hours ago

    કચ્છ જિલ્લામાં સરકારી અને જાહેર ઉપયોગની જમીનોને દબાણમુક્ત કરવાની દિશામાં ગ્રામ્ય સ્તરે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામમાં ગ્રામ પંચાયતની કાર્યવાહી બાદ ગામતળની કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ગામના મુખ્ય માર્ગની જમણી બાજુએ આવેલી અંદાજે 100 ચોરસવાર જમીન પર થયેલું બિનઅધિકૃત દબાણ દૂર થતાં આશરે રૂ. 8 લાખની બજારકિંમત ધરાવતી જમીન ખુલ્લી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોટડા (જડોદર) ગામના ગામતળ વિસ્તારમાં રોડની જમણી બાજુએ આવેલી જમીન પર વાણિજ્યિક હેતુથી દુકાન બનાવવામાં આવી હતી. આ જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણના મામલે શ્રી કોટડા જડોદર ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ધારાની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત સંબંધિત ત્રણ દબાણકારોને 14 ઓક્ટોબર, 2026ના રોજ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પંચાયત દ્વારા આપવામાં આવેલી નોટિસના પગલે 18 ઓક્ટોબર, 2026ના રોજ સંબંધિત દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. સરપંચ, તલાટી અને પંચોની રૂબરૂમાં જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું હતું. પરિણામે અંદાજે 100 ચોરસવાર જેટલો જમીનનો વિસ્તાર ખુલ્લો થયો હતો અને તેના પરનો બિનઅધિકૃત કબજો દૂર કરવામાં આવ્યો હતો. આ જમીનની અંદાજિત બજારકિંમત રૂ. 8,00,000 હોવાનું જણાવાયું છે. દબાણ દૂર થયા બાદ ખુલ્લી થયેલી જમીનનો કબજો ગ્રામ પંચાયત દ્વારા પોતાના હસ્તક લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગામતળ વિસ્તારમાં આવેલી કિંમતી જમીન ફરીથી પંચાયતના નિયંત્રણ હેઠળ આવી છે. ગામની જાહેર અને સરકારી જમીનનું રક્ષણ કરવા માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કરતાં મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. કોટડા (જડોદર)માં થયેલી આ કામગીરી સ્થાનિક સ્તરે જમીન પરના બિનઅધિકૃત દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર બની છે.
    Click here to Read More
    Previous Article
    આજે રાજકોટ-નર્મદા સહિત 7 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા:અમદાવાદના ધોલેરામાં વરસાદી ઝાપટા વરસ્યા, નવરાત્રિના આયોજકોની ચિંતા વધી
    Next Article
    હળવદના ચંદ્રગઢ ગામે પિતાએ સગા પુત્રની હત્યા કરી:મોરબી એલસીબી, એસઓજી અને હળવદ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપી પિતાની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment