Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ABVPએ પક્ષીઓ માટે 25 કુંડા બાંધ્યા:કાળઝાળ ગરમીમાં સ્મશાનગૃહ પરિસરમાં જીવ બચાવવા પ્રયાસ

    9 hours ago

    રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે ગોધરામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા પક્ષીઓ માટે એક પહેલ કરવામાં આવી છે. ABVPની નગર ટીમે ગોધરા સ્મશાનગૃહ પરિસરમાં 25 જેટલા પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ABVPની નગર ટીમે આ કાર્ય હાથ ધર્યું છે. સ્મશાનગૃહ પરિસરમાં આવેલા વૃક્ષોની શીતળ છાયામાં માટીના કુંડા લટકાવવામાં આવ્યા છે. આ કુંડામાં નિયમિતપણે પાણી ભરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણીની અછતથી બચાવવાનો છે. પાણી વગર પક્ષીઓ ટળવળે નહીં અને તેમને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા આ વ્યવસ્થા કરાઈ છે. ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવા વિદ્યાર્થીઓ હંમેશા તત્પર રહે છે. તેમણે અન્ય નાગરિકોને પણ પોતાના ઘરના આંગણે કે અગાશી પર પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકી આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. યુવા પેઢી દ્વારા કરવામાં આવેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે. સ્મશાન જેવી જગ્યાએ પક્ષીઓના કલરવને જીવંત રાખવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    50 ફૂટ ઊંડા કૂવામાં દિલધડક રેસ્ક્યુ:માતૃપ્રેમ કાજે વાનર માતા કૂદતા ત્રણ દિવસના સંઘર્ષ બાદ ફાઉન્ડેશને બંનેને ઉગાર્યા
    Next Article
    PM Modi on Operation Sindoor Anniversary: પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર પર આપ્યો આ મોટો સંદેશ | Army

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment