Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ABCD-1

    1 week ago

    બી.એન. દસ્તુર લ ગ્નનું શાનદાર રિસેપ્શન ગુલાબજાંબુના સ્ટૉલ ઉપર લાંબી કતાર. બાજુના સેવપૂરી સ્ટૉલ ઉપર સન્નાટો. યજમાન રઘવાયા. ગુલાબજાંબુ ખૂટી પડશે તો આબરૂના કાંકરા. શું કરવું? ઈવેન્ટ મેનેજરે સમસ્યાનું સમાધાન કરી નાખ્યું. ગુલાબજાંબુના સ્ટૉલ ઉપરથી ચકાચક ચારુને હટાવી, મોકલી સેવપૂરીના સ્ટૉલ ઉપર. સેવપૂરીના અબ્દુલચાચાને ગુલાબજાંબુનો હવાલો આપી દીધો. પ્રોબ્લેમ સોલ્વ્ડ. આવો છે માનવીની અક્કલનો, હ્યુમન ઈન્ટેલિજન્સનો કરિશ્મા. આવી અથવા એનાથી વધારે ઈન્ટેલિજન્સ જો કમ્પ્યુટર બતાવે તો એ કહેવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આમ જુઓ તો માનવીએ ઈલેક્ટ્રિસિટી અને મશીનોની શોધ કરી, ઘણી બધી સમસ્યાઓનાં સમાધાનો શોધી નાખ્યાં છે. પણ આજનો માહોલ ખૂબ જ અટપટો છે. પ્રગતિ એનું ડાપું માંગે છે. માનવીના દિમાગમાં 20 કરોડથી વધારે ન્યુરોન્સ છે પણ એ બધા આપણા નિયંત્રણમાં નથી. જરૂર છે એવા મશીનની જે આપણી પ્રગતિ સાથે સંકળાયેલી અજબ-ગજબની સમસ્યાઓનાં સમાધાન શોધી શકે. સિગારેટની બદી, પોલ્યુશન વગેરેની મહોંકાણમાં ફેફસાંના કેન્સરનો વ્યાપ વધતો જાય છે. ઓછાં સમજાતાં કારણોથી સ્તન કેન્સર થવાની શક્યતાઓ વધતી જાય છે. નિયમિત ચેક-અપ કરાવનાર વ્યક્તિઓ આવા કેન્સરની શક્યતાઓનો તાગ મેળવી શકતી નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવાં કેન્સર અને બીજા સેંકડો રોગોનું નિદાન એડવાન્સમાં કરી શકે છે. દરેક સારી વસ્તુની કિંમત ચૂકવવી પડતી હોય છે. AIની કિંમત આકરી છે. AIની બારાખડી સમજવાની શરૂઆત કરીએ એના ઈતિહાસથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, મશહૂર મેથેમેટિશિયન એલન ટ્યુરિંગ સાહેબે જર્મનીના સાંકેતિક, કોડેડ સંદેશાઓને ડિસાઈફર કરી શકે એવું મશીન બનાવ્યું. યુદ્ધની સમાપ્તિ બાદ ટ્યુરિંગ અને બીજા ચંદ વૈજ્ઞાનિકોએ આગાહી કરી કે એક દિવસ એવો આવશે જ્યારે કમ્પ્યુટરો માનવીના દિમાગનું સ્થાન લઈ શકશે. સન 1951માં ટ્યુરિંગ સાહેબે BBC ઉપર નાનકડું પ્રવચન આપ્યું. એમણે કહ્યું, ‘મને લાગે છે કે આ સદીના અંત સુધીમાં એવાં કમ્પ્યુટરો બનશે જે આપણી સાથે વાતો કરી શકશે એક માનવીની જેમ. સમજી શકાશે નહીં કે મશીન વાત કરે છે કે માનવી.’ સન 1956ના ઉનાળામાં નિષ્ણાતો બ્રેઈન સ્ટોર્મિંગ માટે ડરમાઉથ કોલેજમાં ભેગા થયા અને આ ટેક્નોલોજીને ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)’નું નામ આપ્યું. દાયકાઓ વીતતા ગયા, પણ આ નિષ્ણાતોની ભવિષ્યવાણીમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નહીં. માનવી પાસે જે જ્ઞાન હતું એ કમ્પ્યુટરોમાં ભરાતું રહ્યું. એને નિયંત્રણમાં રાખવાના નિયમો બનતા રહ્યા. સન 1997માં I.B.M. કંપનીએ ‘Deep Blue’ નામનો પ્રોગ્રામ બનાવ્યો અને કમ્પ્યુટરે, દુનિયાના ચેમ્પિયન અને ગ્રાન્ડ માસ્ટર ગેરી કાસ્પારોવને ચેસની રમતમાં હરાવી દીધા. પ્રતિ સેકન્ડ 20 કરોડ મુવ્ઝ શોધી, એમાંથી સર્વોત્તમ મુવ ચાલી કમ્પ્યુટર જીતી ગયું. હવે નિષ્ણાતોએ એવું મશીન ડિઝાઇન કરવાના પ્રયત્નો કર્યા જે માનવીની જેમ ‘વિચાર’ કરી શકે. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    આ વર્ષનો સુપર અલ નીન્યો:150 વર્ષ પછી આવી રહેલો સમુદ્રી પ્રવાહ સુપર અલ નીન્યો કેવી આફત સર્જશે?
    Next Article
    નીલે ગગન કે તલે:એક નાટક જોયું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment