Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:ઈનોવેશનની ABCD

    1 week ago

    બી.એન. દસ્તુર છદાયકાનો બિઝનેસ સાથેનો નાતો એવું બતાવે છે કે કંપનીઓ નિષ્ફળતાની ગેરહાજરીને સફળતા માની બેસે છે. આ કારણથી, જેમાં નિષ્ફળતાની સહેજ પણ શક્યતા હોય એવા પ્રોજેક્ટમાં કોઈ હાથ નાખવાનું પસંદ કરતું નથી. પરિણામે કંપનીમાંથી ઈનોવેટ કરવાની, જોખમો ઉઠાવવાની ક્ષમતાની બાદબાકી થતી રહે છે. ઈનોવેશનની, ક્રિએટિવિટીની, કંઈક નવું કરવાની, કરી બતાવવાની ઈચ્છા, પૅશન, દટાઈ જાય છે. નિષ્ફળતા ઉપર ઘૂરકિયાં કરવામાં આવતાં હોય તો ગમે તેવા અફલાતૂન વિચારો રજૂ કરવાની હિંમત ઘણા મોટા ભાગના કર્મચારીઓ કરતા નથી. ઈનોવેશન શું છે? પ્રોડક્ટ, સર્વિસ કે પ્રોસેસમાં કંઈક નવું કરવાનો વિચાર ઈનોવેશન છે. ઈનોવેશન પરિવર્તનની, ચેન્જની પ્રક્રિયા છે. ઈનોવેટિવ સંસ્થાનું સ્ટ્રક્ચર ઓર્ગેનિક હોય છે, જેમાં ફ્લેક્સિબિલિટી હોય છે. વિચારોની આપ-લે રોક અને શરમ વિના થતી રહે છે. ઔપચારિક અને સેન્ટ્રલાઈઝેશનનું પ્રમાણ ઓછું હોવાથી ઈનોવેશનને ઉત્તેજન મળે છે. ઈનોવેટિવ કંપનીમાં લાંબો અનુભવ ધરાવનાર મેનેજરો હોય છે. આ મેનેજરોમાં શું, ક્યારે, કઈ રીતે, કયા રિસોર્સ વાપરી, કોની મદદથી, કેટલા સમયમાં કરવું તેનું જ્ઞાન હોય છે. ઈનોવેટિવ સંસ્થાઓ રિસોર્સ ભેગા કરવામાં કંજૂસાઈ કરતી નથી. એ ઈનોવેશન ખરીદી શકે છે, એનો ખર્ચ ઉપાડી શકે છે અને નિષ્ફળતાઓ પચાવી શકે છે. ઈનોવેટિવ સંસ્થાઓમાં યુનિટો વચ્ચેનું કોમ્યુનિકેશન ઓપન અને અસરકારક હોય છે. માહિતીની આપ-લે માટે, માહિતીના અસરકારક ઉપયોગ માટે આવી કંપનીઓ ટાસ્ક ફોર્સ અને ક્રોસફંક્શનલ ટીમોની રચના કરતી રહે છે. ઈનોવેટિવ સંસ્થાઓ નિષ્ફળતાને શિક્ષક ગણે છે. હ્યુલિટ પેકાર્ડ, એપલ, 3M, વિપ્રો, ઈન્ફોસિસ, ટી.સી.એસ. જેવી સંસ્થાઓ પૂરી આવડત, લગન અને સ્માર્ટ મહેનતની બાવજૂદ નિષ્ફળતા મળે તો એની કદર કરે છે. ઈનોવેટિવ સંસ્થાઓ, પ્રો. કે. વી. યાદવ (ગીતા 18/14)ની નસિહત માની, દરેક રિસોર્સ વાપરવાની તાલીમ આપે છે. જોબ સિક્યોરિટી એટલી ઊંચી હોય છે કે નિષ્ફળ જવાથી નોકરી ખોવાનો ડર કોઈને સતાવતો નથી. ઈનોવેટિવ સંસ્થાઓ સ્વીકારે છે કે પરિવર્તનો આવે ત્યારે પાવરનાં સમીકરણો બદલાઈ શકે છે. વર્ષોની જહેમતે મેળવેલા પાવરનું રક્ષણ કરવા માટે મેનેજરો કરવા જેવું, ન કરવા જેવું કરે છે. આવા પોલિટિકલ બિહેવિયરનો પ્રતિકાર કરવા ઈનોવેટિવ સંસ્થા આઈડિયા ચૅમ્પિયનોની નિમણૂક કરે છે. તેઓ નવા આઈડિયા રીઈનફોર્સ કરવા જરૂરી રિસોર્સ શોધે છે, રિસોર્સ વાપરવાની પ્રોસેસ શીખે છે, શીખવે છે, પ્રતિકારોનો સામનો કરે છે, સામ-દામ-દંડ-ભેદ અજમાવે છે, આઈડિયા અમલમાં મૂકવા બધું જ કરે છે. આજના ભયંકર અનિશ્ચિતતા, ઊથલ-પાથલ અને પરિવર્તનોનાં તોફાનોના માહોલમાં, ઈનોવેટિવ કંપનીઓ એકધારો નેગેટિવ ફીડબેક મળે તો ઝડપથી દિશા, ઝડપ બદલી શકે છે. સક્ષમ સપોર્ટ સિસ્ટમ હાથવગી રાખે છે. સંસ્થાઓની તંદુરસ્તી બગાડતા વાઈરસો- ગ્રૂપ થિંક, ગ્રૂપ શિફ્ટ, ડિફેન્સિવ બિહેવિયર, ગેસલાઈટિંગ, સ્ટોનવોલિંગ વગેરેને નિયંત્રણમાં રાખવાની આવડતો ઈનોવેટિવ સંસ્થાઓ મેળવે છે. બુધવારનો બોધ કપાયેલા ઝાડની લીલી ડાળખીને ખબર હોતી નથી કે એ મરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગતકડું:વાંચ્યા વગર વિદ્વાન બનો!
    Next Article
    ઓક્સિજન:બ્લેક સ્પોટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment