Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં AAPનો EVM મશીનમાં ગેરરીતિનો આક્ષેપ:ઉધનાની સ્કૂલના વીડિયો રેકોર્ડિંગના પુરાવા સાથે હોબાળો, ઉમેદવાર-કાર્યકરોએ 'લોકશાહીની હત્યા'ના નારા લગાવ્યા

    11 hours ago

    ચૂંટણી પૂર્વે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આર.એન. નાયક સ્કૂલના મતદાન મથક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોએ EVM મશીનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'આપ'ના પ્રતિનિધિઓએ મતદાનના આંકડામાં વિસંગતતા હોવાનું જણાવી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવતા સ્થળ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. મતદાનના આંકડામાં વિસંગતતાનો આક્ષેપ ઉધનાની આર.એન. નાયક સ્કૂલના રૂમ નંબર 14માં મતદાન પ્રક્રિયા દરમિયાન વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પુરાવા તરીકે વીડિયો રેકોર્ડિંગ રજૂ કરતા દાવો કર્યો હતો કે, મશીનમાં નોંધાયેલા મતો અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત છે. એક કાર્યકરના જણાવ્યા અનુસાર, મથક પર વાસ્તવમાં 14 મતો પડ્યા હોવા છતાં મશીન 22 મતો દર્શાવતું હતું, જે સીધી રીતે ટેકનિકલ ગડબડી અથવા છેતરપિંડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઉમેદવારોનો રોષ અને સૂત્રોચ્ચાર આ ઘટનાને પગલે 'આપ'ના ઉમેદવાર અને મહિલા પ્રતિનિધિઓ મતદાન મથકની અંદર ધસી ગયા હતા અને ચૂંટણી અધિકારીઓ સામે સીધો મોરચો માંડ્યો હતો. કાર્યકરોએ "લોકશાહીની હત્યા બંધ કરો" જેવા સૂત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની ગડબડી વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે, અને જ્યાં સુધી મશીનની ચોકસાઈની ખાતરી ન થાય ત્યાં સુધી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી હતી. પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહી પરિસ્થિતિ તંગ બનતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ મથકની અંદર ઘૂસી ગયેલા કાર્યકરોને સમજાવટથી બહાર કાઢવા અને શાંતિ જાળવવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ચૂંટણી તંત્રના અધિકારીઓએ આ ગંભીર આક્ષેપો અંગે તપાસ કરવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા:બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો, ધજા અર્પણ કરી
    Next Article
    बाइक पर सवारी नहीं, बाहरी का बिल्डिंग में प्रवेश नहीं: यह कैसे नियम?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment