Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના ઘર પાસે કચરો ફેંકીને-હોબાળો કરનાર AAPના 8 સામે FIR:સુરતમાં સ્થળ પર હાજર હોવા છતાં મહિલા નેતા પાયલ સાકરીયાને બચાવી લેવાયા?

    10 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના મેયરના નિવાસસ્થાન પાસે પ્લાસ્ટિકનો કચરો ફેંકી જાહેરમાં હોબાળો મચાવવા બદલ આમ આદમી પાર્ટીના 8 કાર્યકરો સામે વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે, આ સમગ્ર ઘટનામાં ‘આપ’ના મહિલા નેતા પાયલ સાકરીયા પણ સક્રિય રીતે હાજર હોવા છતાં પોલીસ ફરિયાદમાં તેમનું નામ ન નોંધાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે તેમજ તેમને શા માટે બચાવી લેવાયા તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે. પેટ્રોલિંગ દરમિયાન કચરો ફેંકી હોબાળો કરવાની માહિતી મળી વરાછા પોલીસ મથકના ASI રાજેશભાઈ ડાયાભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ માતાવાડી પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરાછા માતાવાડી ખાતે પટેલ પરફ્યુમ પાસે આવેલી ભવાનીનગર સોસાયટીમાં કેટલાક લોકો કચરો લાવી રસ્તા પર ફેંકી જોરજોરથી શોરબકોર કરી રહ્યા છે. હોટફિક્સ ડાયમંડ સીટનો વેસ્ટ પ્લાસ્ટિક કચરો લાવી ઢગલો કર્યો પોલીસ ટીમ તાત્કાલિક ભવાનીનગર સોસાયટીમાં પહોંચતા ત્યાં ઘર નંબર 29 સામે તેમજ સોસાયટીના ગેટ પાસે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો જોવા મળ્યો હતો. આ કચરો હોટફિક્સ મશીનથી ડાયમંડ સીટોમાંથી ડાયમંડ ચોંટાડ્યા બાદ વધેલા વેસ્ટ પ્લાસ્ટિકનો હતો. કચરાના ઢગલાના કારણે સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ હતી. ‘આપ’ નેતા પાયલ સાકરીયા સામે ફરિયાદ નહીં? ઘટનાસ્થળે હાજર લોકોમાં ચર્ચા મુજબ સમગ્ર વિરોધ અને હોબાળા દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરીયા પણ ત્યાં હાજર હતા. તેમ છતાં પોલીસે નોંધેલી FIRમાં તેનું નામ આરોપી તરીકે સામેલ ન કરાતા અનેક સવાલો ઉભા થયા છે. પાયલ સાકરીયાને કયા કારણોસર બચાવી લેવામાં આવ્યા તે મુદ્દો સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ 8 સામે ગુનો નોંધ્યો વરાછા પોલીસે BNSની કલમ 270, 189(2) અને 352 હેઠળ ગુનો નોંધી PSI વિક્રમભાઈ માળી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    51 વર્ષીય આરોપીને 20 વર્ષ કારાવાસની સજા:6 વર્ષ અને 8 મહિનાની બાળકીના શારીરિક અડપલા કરીને જાતીય શોષણનો આરોપ
    Next Article
    નર્મદા SOGએ કુમસગામમાંથી ગાંજા સાથે એક પકડ્યો:₹1.25 લાખથી વધુનો સુકો અને લીલો ગાંજો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment