Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    51 વર્ષીય આરોપીને 20 વર્ષ કારાવાસની સજા:6 વર્ષ અને 8 મહિનાની બાળકીના શારીરિક અડપલા કરીને જાતીય શોષણનો આરોપ

    11 hours ago

    અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 6 વર્ષ અને 8 મહિનાની માસૂમ બાળકીનું જાતીય શોષણ કરવાના અત્યંત ગંભીર અને ચકચારી કેસમાં સિટી સેશન્સ કોર્ટની પોક્સો વિશેષ કોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કેસની સુનાવણી દરમિયાન 13 સાહેદો અને 13 દસ્તાવેજ તેમજ તબીબી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને 51 વર્ષીય આરોપી હસન શેખને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી છે. રમવા આવતી બાળકી સાથે ઘરમાં એકાંતમાં ગંભીર હરકતો કરી આ સમગ્ર બનાવની વિગત અનુસાર, ગત 17 ઓક્ટોબર, 2024ના રોજ ભોગ બનનાર માસૂમ બાળકીની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી હસન શેખ ફરિયાદી પરિવારનો પાડોશી હતો. માસૂમ બાળકી જ્યારે આરોપીના ઘરે રમવા જતી ત્યારે આરોપી તેણીને પોતાના ઘરના પહેલા માળે એકાંતમાં બોલાવીને તેણીની સાથે ગંભીર જાતીય હરકતો કરીને સતત શારીરિક શોષણ કરતો હતો. આ ઉપરાંત જો આ બાબતે કોઈને જાણ કરશે તો બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. બાળકીની વિશ્વસનીય જુબાની અને મેડિકલ પુરાવા કોર્ટમાં રજૂ થયા પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર બાળકીએ પોતાની જુબાનીમાં આરોપી દ્વારા કરવામાં આવેલા કૃત્યનું અત્યંત સ્પષ્ટ, નિર્દોષ અને વિશ્વાસપાત્ર રીતે વર્ણન કર્યું હતું. તબીબી અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ, ઘટનાસ્થળનું પંચનામું અને સાધન-સામગ્રી સંબંધિત પુરાવાઓએ ફરિયાદ પક્ષના કેસને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. કોર્ટે પોક્સો એક્ટની કલમ 29 અને 30 હેઠળના કાનૂની અનુમાન તેમજ પીડિતાની અડગ જુબાનીને ધ્યાને રાખીને માન્યું હતું કે આરોપી પોતાની નિર્દોષતા સાબિત કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે. 20 વર્ષની સખત કેદ અને ₹5.50 લાખનું વળતર ચૂકવવા હુકમ પોક્સો વિશેષ અદાલતે તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને રાખી આરોપી હસન શેખને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પૈકી ₹45,000 પીડિત બાળકીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત અદાલતે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ 2019 અને પોક્સો નિયમો હેઠળ પીડિત બાળકીના પુનર્વસન માટે સરકાર તરફથી ₹5.50 લાખનું વિશેષ વળતર ચૂકવવાનો કાનૂની આદેશ પણ જાહેર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વર્ક ફ્રોમ હોમના નામે 5.98 લાખની ઠગાઈ:કમિશન પર બેંક એકાઉન્ટ આપનાર રત્નકલાકાર ઝડપાયો, 5 રાજ્યોમાં છેતરપિંડીના તાર જોડાયા
    Next Article
    મેયરના ઘર પાસે કચરો ફેંકીને-હોબાળો કરનાર AAPના 8 સામે FIR:સુરતમાં સ્થળ પર હાજર હોવા છતાં મહિલા નેતા પાયલ સાકરીયાને બચાવી લેવાયા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment