Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું:સુરતમાં ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો AAPનો આક્ષેપ; આજે ચિત્ર સ્પષ્ટ થશે

    1 week ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. સુરતમાં AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે તમામ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના અપાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    બિહારને મળ્યા ભાજપના પહેલા CM, સમ્રાટ ચૌધરીએ શપથ લીધા:JDUમાંથી 2 ડેપ્યુટી CM શપથ લેશે; નીતિશ કુમાર પણ હાજર
    Next Article
    ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત બાદ વેપારીઓ ટેન્શનમાં, VIDEO:ધડાધડ ગ્રાહકો ઘટવા લાગ્યા, જોઈએ એટલું જ લાવીને વેચવાનું શરૂ કર્યું, અમદાવાદના વેપારીઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment