Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું:60 વર્ષની મર્યાદા અને 3 ટર્મ ફોર્મ્યુલા પર ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર, હત્યાના આરોપીઓ સાથે અમદાવાદ BJPના નેતાઓ

    1 day ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે. જ્યારે AAPએ સુરતથી મનોજ સોરઠીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે,અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની આખી ટીમે મજબૂત નેતા મનોજભાઈ સોરઠીયાને સુરતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો છે. આજે બપોરે AAPએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે. મહાનગરપાલિકાના ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ નગરપાલિકાના ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ AAP છઠ્ઠી યાદી જીલ્લા પંચાયત 7-04-2026 AAP છઠ્ઠી યાદી તાલુકા પંચાયત 7-04-2026 સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે આજે (7 એપ્રિલ)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. બેઠકની શરૂઆત દક્ષિણ ઝોન અને ત્યાંના સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચાથી કરી હતી. દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો, જીતની સંભાવનાઓ અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે નામો પર માઇક્રો લેવલ પર વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, સી.આર. પાટીલ તેમજ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા છે. ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારો પણ બેઠકમાં જોડાયા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનવાઈઝ ચર્ચા કરીને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. આ બેઠકમાં મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન)ની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના ખાસ કરીને C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્તરે જ મંથન કરીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી સ્થાનિક સામાજિક અને રાજકીય સમીકરણોને વધુ સારી રીતે સંતુલિત કરી શકાય. આ બેઠકમાં મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ સૂચનો આપ્યા હતા અને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની શક્યતા છે. 60 વર્ષની ઉંમર મર્યાદાનો કડક અમલ, થ્રી-ટર્મ ફોર્મ્યુલા લાગુ કરી આ સાથે જ પાર્ટીએ 60 વર્ષની ઉંમર મર્યાદાનો કડક અમલ, થ્રી-ટર્મ ફોર્મ્યુલા લાગુ કરવો તેમજ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ન આપવાના મહત્વપૂર્ણ નિર્ણયો પણ સ્વીકાર્યા છે. આ નિર્ણયોથી અનેક વર્તમાન નેતાઓ માટે પડકાર ઊભો થવાનો છે અને નવી પેઢીને તક મળવાની શક્યતા વધી છે. ભાજપની આ વ્યૂહાત્મક મથામણ અને કડક નિયમો સાથે આવનારી ચૂંટણીમાં માત્ર ઉમેદવારોની પસંદગી જ નહીં પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. એ અને બી વર્ગની નગરપાલિકાઓ પર પ્રદેશ કક્ષાએથી નજર આ બેઠકમાં મનપાની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સી અને ડી વર્ગની નગરપાલિકાઓ અલગ તારવી છે. આ સી અને ડી નગરપાલિકાઓ પર સ્થાનિક નેતાઓ નજર રાખશે. જ્યારે એ અને બી વર્ગની નગરપાલિકાઓ પર પ્રદેશ કક્ષાએથી નજર રાખવામાં આવશે. ‘ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, અખંડ રહેશે’ તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાકિસ્તાની એન્ટ્રી થઈ છે. ખાડિયા વોર્ડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જમાલપુર-ખાડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જાહેરમાં હુંકાર કરતા કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરીઝમ શરૂ થઈ જાય છે. ચારધામની યાત્રા કરતાં વધારે મહત્વ અખંડ ખાડિયાને ખંડિત કરવામાં હોય છે, પરંતુ 1972થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે 2026ની ચૂંટણીમાં આપણે સૌ ભેગા મળીને સંકલ્પ કરીએ કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ. બે ચાર દિવસમાં એવા લોકો આવશે, જેવા નામ એવા ચહેરા, પરંતુ ખાડિયા અખંડ છે અને તેમને કહી દેવાનું કે ભારત માતાકી જય, જય હિન્દુસ્તાન. ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર અમદાવાદ મહાનગરપાલિકા માટે એક ઉમેદવાર પણ ત્રણ ઉમેદવારના નામોની એમ ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. તમામ નામો પર ચર્ચા કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પેનલની જાહેરાત કરવામાં આવશે. 9 એપ્રિલના ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. સૌ પ્રથમ મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 9 એપ્રિલના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ ધીમે ધીમે નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    After IndiGo, Air India group hikes fuel surcharge for most routes due to jet fuel price surge amid West Asia war
    Next Article
    સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીનો લાંચ લેતો વીડિયો વાયરલ:રાજકોટમાં અરજદારની અરજી મંજૂર કરવા રૂ.5000 ની લાંચ મંગાઈ, વહીવટી તંત્રે પટ્ટાવાળાને છૂટ્ટો કરી સંતોષ માની લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment