Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લામાં AAPના 6 ઉમેદવારો વિજેતા:ત્રણ તાલુકા પંચાયતમાં 6 બેઠકો પર જીત

    8 hours ago

    મોરબી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ છ બેઠકો પર વિજય મેળવી જિલ્લામાં પ્રવેશ કર્યો છે. AAPના ઉમેદવારો ત્રણ જુદી જુદી તાલુકા પંચાયતોમાં વિજેતા બન્યા છે. મતગણતરી પૂર્ણ થતાં હળવદ તાલુકા પંચાયતની ચાર બેઠકો, મોરબી તાલુકા પંચાયતની એક બેઠક અને માળિયા તાલુકા પંચાયતની એક બેઠક પર AAPના ઉમેદવારોનો વિજય થયો છે. આ જીત સાથે મોરબી જિલ્લામાં AAPનું ખાતું ખુલ્યું છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા સહિત કુલ દસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. AAP દ્વારા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો ઉપરાંત તાલુકા અને જિલ્લાની વિવિધ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. આમ, ઘણી બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. AAPની આ જીત જિલ્લાના રાજકીય સમીકરણોમાં નવા પરિવર્તનનો સંકેત આપે છે.
    Click here to Read More
    Previous Article
    Google Maps: 10 lesser-known features that make navigation easier
    Next Article
    અમદાવાદમાં લાશ શોધવા ક્રાઇમ બ્રાન્ચ JCB લઈ પહોંચી:35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની બાતમી મળી હતી, અવશેષ મળશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment