Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ મતદાને હાર્ટ એટેકથી ત્રીજું મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; હોમગાર્ડ જવાન આકરા તાપથી બેભાન, 6 વાગ્યા સુધી સરેરાશ 57% મતદાન

    1 day ago

    લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે(26 એપ્રિલ) મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં 49%, 84 નગરપાલિકામાં 58.12%, 34 જિલ્લા પંચાયતમાં 60.21% અને 260 તાલુકા પંચાયતમાં 61% મતદાન નોંધાયું છે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થયું હતું. પાટણમાં માયાનગરના કમળાબેન અનિલભાઈ બી એમ હાઈસ્કૂલમાં વોટિંગ કરી બહાર નીકળતા તબિયત લથડતા નીચે પડયા હતા. બાદમાં તેમણે 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયુ હતું. આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નં-1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર ઢળી પડતા ગ્રામજનો તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. જામનગર મનપાના AAPના ઉમેદવારનું ચાલુ ચૂંટણીએ નિધન થયું હતું. વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કેચ કરવા જતાં અકીલ હુસૈનને મોઢા પર બોલ વાગ્યો:ગુજરાતની ધમાકેદાર શરૂઆત, ગિલ-સુદર્શનની જોડીએ યલો આર્મીનું ટેન્શન વધાર્યું; CSKએ 159 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, 28 એપ્રિલે પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment