Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા AAP ઉમેદવાર પર 50 લાખ હવાલાનો આરોપ:અજય વસંતાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો, ગોધરા 'એ' ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

    9 hours ago

    ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી છે. આ મામલે ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલો શું છે? પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદવાર અજય વસંતાની, પક્ષના સક્રિય કાર્યકર્તા રમણ બારીયા અને દર્શિત સોનીએ અન્ય મળતીયાઓ સાથે મળી છેલ્લા 15 દિવસમાં ગોધરાની 'પી.એમ. આંગડિયા' અને 'વી. પટેલ આંગડિયા' પેઢીઓ મારફતે અંદાજે 50 લાખથી વધુના હવાલા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને લોભ-લાલચ અને પ્રલોભન આપવા માટે કરવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી કૌભાંડની શંકા આ નાણાકીય હેરાફેરીના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં અન્ય જિલ્લાના વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આંગડિયા પેઢીઓના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. રાજકીય ષડયંત્રનો વળતો દાવો બીજી તરફ, આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા AAP ઉમેદવાર અજય વસંતાનીએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી સમયે તેમની છબી ખરડવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આમાં કોઈ સત્યતા નથી. ચૂંટણી પૂર્વે જ આટલી મોટી રકમની હેરાફેરીનો મામલો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા:LCBએ RTO નજીક પાર્ટી પ્લોટ પાછળ ઝાડીમાં રેડ પાડી, ₹3.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો,
    Next Article
    On Pahalgam Attack Anniversary, Kashmiri Man Details How He Saved 11 Tourists

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment