Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા:LCBએ RTO નજીક પાર્ટી પ્લોટ પાછળ ઝાડીમાં રેડ પાડી, ₹3.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો,

    2 days ago

    સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 3,06,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહી સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ક્રાઈમ ડ્રાઈવ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગર RTO નજીક આવેલા રોયલ પાર્ટી પ્લોટ પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક શખસો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 8 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલો મુદ્દામાલ રોકડ રકમ (દાવ પરથી): 3,200 રોકડ રકમ (અંગઝડતી): 13,750 મોબાઈલ ફોન (8 નંગ): 40,000 વાહનો (5 નંગ): 2,50,000 કુલ મુદ્દામાલ: 3,06,950 ઝડપાયેલા શખસોની યાદી પોલીસે પકડાયેલા તમામ શખસો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 8 શખસ ઝડપાયા છે: અલ્તાફ કાલુમીયા મલેક - રહે. અંબર સિનેમા રોડ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહિલ સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. સમીર સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. રહેમાન અકબરઅલી દીવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. રમીજ મહોમદરફીક શેખ - રહે. આસીયાના સોસાયટી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહનવાજ સીરાજુદ્દીન શેખ - રહે. ચાંદનગર, હિંમતનગર. સોહીલસા હાસમસા દિવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. સાહિલ સાકીરભાઈ મકરાણી - રહે. ચીસ્તીયાનગર, પરબડા, હિંમતનગર.
    Click here to Read More
    Previous Article
    ‘India won’t bow to any form of terror’: PM Modi on Pahalgam attack anniversary
    Next Article
    ગોધરા AAP ઉમેદવાર પર 50 લાખ હવાલાનો આરોપ:અજય વસંતાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો, ગોધરા 'એ' ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment