Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા જ AAPના 460 ઉમેદવાર જાહેર:સામાન્ય લોકોને આપી ટિકિટ, જુઓ ઉમેદવારોના નામનું લિસ્ટ

    3 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણીઓની તારીખ જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા તેઓના મૂરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત માટે આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બાપ-બેટાની રાજનીતિનો અંત: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મને ખૂબ આનંદ થાય છે. આ સમાચાર પણ વાંચોઃ પ્રથમ યાદી જાહેર થતાં વડોદરા AAPમાં ભડકો:શહેર પ્રમુખ સહિતનાએ ખેસ કાર્યલયની બહાર લટકાવ્યાં ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે AAP નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. નવી રાજનીતિને ગુજરાતની જનતા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સ્વીકારશે 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. હું તમામ 460થી વધુ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ નવી રાજનીતિને ગુજરાતની જનતા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સ્વીકારશે એવી હું આશા અને પ્રાર્થના કરું છું. રાજકોટ મનપાના 18 વોર્ડની કુલ 72 પૈકી 20 બેઠક પર ઉમેદવાર જાહેર રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની કુલ 72 પૈકી 20 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 4ના તમામ 4, વોર્ડ નંબર 5ના 3, વોર્ડ નંબર 6ના 3, વોર્ડ નંબર 18ના 2, વોર્ડ નંબર 17ના 2, વોર્ડ નંબર 8ના 2, વોર્ડ નંબર 1ના 2, વોર્ડ નંબર 14ના 1 અને વોર્ડ નંબર 9ના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. નગરપાલિકા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી પ્રથમ યાદી રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે. રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે. 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો આ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની તૈયારી શરૂ આવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડોદરા મનપાની મતદારયાદી જાહેર, 12 લાખ મતદારો નોંધાયો; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો? વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. વધુ માહિતી જોવા ક્લિક કરો AMC ઓફિસ ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા અલગ-અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે. વધુ માહિતી જોવા ક્લિક કરો રાજકોટ મનપાની પ્રાથમિક મતદારયાદી જાહેર, શહેરના 1 લાખથી વધુ મતદારો ઘટ્યા રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો હતો. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી 23 માર્ચના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. વધુ માહિતી જોવા ક્લિક કરો પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી જાહેર, 1,08,999 મતદારો નોંધાયા પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી મુજબ, પાટણ શહેરના કુલ 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે. આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. વધુ માહિતા જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મિત્રની મદદ કરવા આવેલા મિત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ:ત્રણ શખ્સોએ જમીન દલાલનું સ્કોર્પિયોમાં અપહરણ કરીને લઈ જતા'તા, મકાન વેચાણના નાણાં પરત મેળવવા લોહિયાળ જંગ
    Next Article
    અમદાવાદ સિવિલની અંગદાનમાં 1000ની ઐતિહાસિક સદી:પાંચ વર્ષમાં 745 થી વધુ દર્દીઓને નવજીવન આપી ગુજરાત દેશમાં મોખરે રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment