Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સિવિલની અંગદાનમાં 1000ની ઐતિહાસિક સદી:પાંચ વર્ષમાં 745 થી વધુ દર્દીઓને નવજીવન આપી ગુજરાત દેશમાં મોખરે રહ્યું

    2 days ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને માનવીય સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. 27 ડિસેમ્બર 2020 થી શરૂ થયેલા આ સેવા યજ્ઞએ માત્ર 5 વર્ષ અને 87 દિવસના ટૂંકા ગાળામાં 1000 અંગો અને પેશીઓના દાનનો આંકડો પાર કરીને દેશભરમાં એક નવી રાહ ચીંધી છે. 1000મો આંકડો અને રમેશભાઈનું અમર દાન આ ઐતિહાસિક સિદ્ધિ સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાનથી પ્રાપ્ત થઈ છે. અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયેલા રમેશભાઈના પત્ની નાથીબેન અને પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ મક્કમતા દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા મળેલા 1 લીવર, 2 કિડની અને 2 આંખોએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનની નવી આશા જન્માવી છે. જીવનથી જીવન સુધીની પવિત્ર સફર તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ સફળતા પાછળ ટીમવર્ક અને પારદર્શકતા રહેલી છે. અત્યાર સુધીમાં કુલ 1000 દાનમાં 767 અંગો અને 233 પેશીઓનો સમાવેશ થાય છે, જેનાથી 745 થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ NOTTO અને ROTTO દ્વારા તેને બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર સહિતના અનેક રાષ્ટ્રીય એવોર્ડ્સથી નવાજવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા પરિવારો અને તબીબોનું સન્માન કરવામાં આવ્યું છે. આંકડાકીય વિગત અને વિશેષ રેકોર્ડ છેલ્લા પાંચ વર્ષમાં 232 બ્રેઇન ડેડ અને 86 મૃતદાતાઓએ આ સેવામાં યોગદાન આપ્યું છે. મળેલા અંગોમાં 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડાનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, સિવિલ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ હાથનું અને પ્રથમ નાના આંતરડાનું દાન મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અંગદાતાઓમાં 41 થી 60 વર્ષની વયના 90 લોકો અને 13 થી 25 વર્ષના 44 યુવાનો સામેલ છે. દાનનો આ વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને નેપાળ જેવા પાડોશી દેશના લોકોએ પણ અહીં અંગદાન કરીને માનવતા મહેકાવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા જ AAPના 460 ઉમેદવાર જાહેર:સામાન્ય લોકોને આપી ટિકિટ, જુઓ ઉમેદવારોના નામનું લિસ્ટ
    Next Article
    મહીસાગરમાં 'ટીબી મુક્ત ભારત અભિયાન 2.0' શરૂ:DDOએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment