Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ:કોંગ્રેસમાં 'કોકડું' ગૂંચવાયું, AAP ને 4 વોર્ડમાં ઉમેદવારોની તંગી, ભાજપ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિમાં

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષોમાં અલગ-અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં આપ ને ચાર વોર્ડ માં ઉમેદવારો મળતા નથી, જ્યારે કોંગ્રેસ 13 વોર્ડમાં કોકડું ગુંચવાયું જ્યારે ભાજપ છેલ્લી ઘડીએ નામો જાહેર કરશે... છેલ્લી ઘડીએ 'સરપ્રાઈઝ' આપવાની તૈયારી ​સત્તાધારી ભારતીય જનતા પાર્ટી હંમેશની જેમ 'વેઇટ એન્ડ વોચ'ની રણનીતિ અપનાવી રહી છે, જ્યારે અન્ય પક્ષો યાદી જાહેર કરવામાં મથામણ કરી રહ્યા છે, ત્યારે ભાજપ હજુ પણ પેનલ સ્ક્રુટિનીમાં વ્યસ્ત છે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ છેલ્લી ઘડીએ જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે જેથી બળવાની શક્યતા ઘટાડી શકાય અને વિરોધ પક્ષોની વ્યૂહરચના સામે નવા અને મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતારી શકાય. જયારે ભાજપના ઉમેદવારો ના નામો પણ જાહેર નથી થયા ત્યાં તો શહેરમાં આજે રાત્રે કાર્યાલય ન ઉદ્ધાટન કરવામાં આવશે. ​13 વોર્ડમાં આંતરિક વિખવાદ અને 'કોકડું' ગૂંચવાયું ​ભાવનગર મનપાના તમામ 13 વોર્ડમાં મજબૂત દેખાવ કરવા મથી રહેલી કોંગ્રેસ અત્યારે આંતરિક જૂથબંધી અને ટિકિટ વિતરણના વિવાદમાં ફસાઈ હોય તેમ લાગી રહ્યું છે, અનેક બેઠકો પર દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અને પક્ષના જૂના જોગીઓ વિરુદ્ધ નવા ચહેરાઓની લડાઈમાં હજુ સુધી તમામ નામો પર મહોર મારી શકાઈ નથી,કોંગ્રેસ માટે 13 વોર્ડમાં ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસને વોર્ડ નંબર 1 માં એક નામ બાકી, વોર્ડ નંબર 2 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 3 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 4માં બે નામ બાકી, બોર્ડ નંબર 5 માં એક નામ બાકી, વોર્ડ નંબર 6 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 7 માં બે નામ બાકી, વોર્ડ નંબર 8 માં બે નામ બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં બે નામ બાકી, વોર્ડ નંબર 11 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 12 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 13 માં એક નામ બાકી સહિત કુલ 13 વોર્ડમાં 27 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલ વોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલ વોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારા વોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયા વોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખર વોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયા વોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલ વોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલ વોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણી વોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલ વોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈ વોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલ વોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલ વોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલ વોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ ​AAP 4 વોર્ડમાં ઉમેદવારો શોધવા પડકાર ​રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ કેટલાક વોર્ડમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને આક્રમક શરૂઆત કરી છે જોકે, ભાવનગરના કુલ 13 વોર્ડમાંથી 4 વોર્ડમાં પક્ષને સક્ષમ ઉમેદવારો મળતા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, અમુક વોર્ડમાં સંગઠન નબળું હોવાથી અથવા જીતી શકે તેવા ચહેરાઓના અભાવે 'આપ' માટે આ 4 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા મુશ્કેલ બન્યા છે, આપમાં વોર્ડ નંબર 4 માં ચારે ચાર ઉમેદવારો બાકી, વોર્ડ નંબર 6 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 7 મા ત્રણ નામો બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 12 માં ત્રણ નામો બાકી સહિત 15 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, આપ ના ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 ઈલાબેન પરમાર વોર્ડ નં.1 બાલાભાઈ પરમાર વોર્ડ નં.1 પ્રવીણસિંહ સરવૈયા વોર્ડ નં.1 હીરાબેન અલગોતર વોર્ડ નં.2 હેતલબેન ઝાપડીયા વોર્ડ નં.2 મુકેશભાઈ મેટાળીયા વોર્ડ નં.2 જગદીશભાઈ ભોકળવા વોર્ડ નં.2 યાસ્મીનબેન મલેક વોર્ડ નં.3 હર્ષદીપસિંહ જાડેજા વોર્ડ નં.3 જ્યોતિબેન સાપરા વોર્ડ નં.3 તોસીફ જુણેજા વોર્ડ નં.3 રસીલાબેન ચાવડા વોર્ડ નં.5 રાઠોડ ચંદુભાઈ વોર્ડ નં.5 ભાવના ત્રિવેદી વોર્ડ નં.5 રેશ્માબેન શેખ વોર્ડ નં.5 શબનમ પરમાર વોર્ડ નં.6 સલીમભાઈ મહેતર વોર્ડ નં.7 કલોત્રા સુનિલ વોર્ડ નં.8 બીનાબેન ચૌહાણ વોર્ડ નં.8 ગીતાબા રાઠોડ વોર્ડ નં.8 ઘનશ્યામભાઈ દેસાઈ વોર્ડ નં.8 મલદા જુબેર એમ.મલદા વોર્ડ નં.9 ધવલ અંઝારા વોર્ડ નં.9 રેખાબેન મકવાણા વોર્ડ નં.9 મહેન્દ્રસિંહ સરવૈયા વોર્ડ નં.10 ચૌહાણ સેજલબેન વોર્ડ નં.10 સુધીરભાઈ તેજાણી વોર્ડ નં.10 હીરાભાઈ લકુમ વોર્ડ નં.11 સરવૈયા હરેશ વોર્ડ નં.11 મનીષા હિરાણી વોર્ડ નં.11 પ્રેરણા રામૈયા વોર્ડ નં.11 અશ્વિન સિહોરા વોર્ડ નં.12 જાગૃતિ બેન વોર્ડ નં.13 સંજય ભાઈ વોર્ડ નં.13 માયાબેન વોર્ડ નં.13 ખસિયા જયદીપ વોર્ડ નં.13 વાલા કૈલાસબા
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી પૂર્વ મેયર બારડની બાદબાકી, નારાજગી વ્યક્ત કરી!
    Next Article
    દ્વારકામાં જુગાર પર પોલીસનો દરોડો:બે આરોપી ઝડપાયા, ₹15,450 રોકડા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment