Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઘવ ચઢ્ઢાએ કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો છે, હાર્યો નથી:મેં જનતાના મુદ્દાઓ ઉઠાવ્યા, AAPને ચેતવણી- સુનામી બનીને આવીશ; ગઈકાલે રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા હતા

    8 hours ago

    પંજાબના સાંસદ રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવા અને પાર્ટીના ક્વોટામાંથી બોલવાનો સમય ન આપવા મામલે શુક્રવારે પહેલીવાર સામે આવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ અંગે પ્રતિક્રિયા આપી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. આ મારો આમ આદમીમે મેસેજ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મેં લોકોના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી AAPને શું નુકસાન થયું? વીડિયોના અંતે તેમણે AAPને ચેતવણી આપી કે મારુ મોઢું ચૂપ કરાવનારાઓ સામે હું સુમાની બનીને આવીશ. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "મને જ્યારે પણ સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જાહેર મુદ્દાઓ ઉઠાવું છું. કદાચ હું એવા વિષયો ઉઠાવું છું જે સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી. પરંતુ શું જાહેર મુદ્દાઓ ઉઠાવવા, જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરવી એ ગુનો છે? શું મેં ગુનો કર્યો છે? શું મેં કંઈ ખોટું કર્યું છે?" નોંધનીય છે કે આમ આદમી પાર્ટી (AAP)એ ગુરુવારે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા હતા. પંજાબના જ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને તેમની જગ્યાએ નિયુક્ત કર્યા. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવાયું હતું કે સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. રાઘવ 2022થી પંજાબમાંથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી. જોકે, રાઘવ ચઢ્ઢાએ લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAPને લઈને કોઈ નિવેદન આપી રહ્યા નથી. એટલું જ નહીં, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા ત્યારે તેઓ UKમાં હતા. કેજરીવાલ નિર્દોષ છૂટ્યા ત્યારે પણ તેમણે એક શબ્દ બોલ્યા નહોતા. રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કર્યો રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “હું આ સવાલ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલતા રોકવામાં આવે. કોઈ મને બોલતા કેમ રોકવા માંગશે? જ્યારે હું બોલું છું, ત્યારે હું જાહેર મુદ્દાઓ વિશે, સામાન્ય માણસ માટે બોલું છું.” રાઘવે વીડિયો જાહેર કરીને આ વાતો કહી… શું જાહેર મુદ્દાઓ પર વાત કરવી એ કોઈ ગુનો છે: રાઘવ ચઢ્ઢાએ X પર 2.18 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેઓ સંસદ પરિસરમાં ઊભા રહીને બોલી રહ્યા છે. આમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું – જ્યારે જ્યારે મને સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જનતાના મુદ્દા ઉઠાવું છું. કદાચ એવા વિષયો ઉઠાવું છું, જેને સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી. પરંતુ શું જનતાના મુદ્દા ઉઠાવવા, જાહેર મુદ્દાઓ પર વાત કરવી એ કોઈ ગુનો છે. શું મેં કોઈ ગુનો કર્યો છે. શું મેં કંઈ ખોટું કર્યું છે. પાર્ટીએ કહ્યું- બોલવાની તક ન આપવામાં આવે: રાઘવે કહ્યું કે આ સવાલ આજે હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે, રાઘવ ચઢ્ઢાને બોલતા રોકવામાં આવે. હા, આમ આદમી પાર્ટીએ સંસદને જાણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને બોલવાની તક ન આપવામાં આવે. દેશના સામાન્ય માણસની વાત કરું છું: રાઘવે કહ્યું કે હવે ભલા કોઈ મારા બોલવા પર રોક કેમ લગાવવા માંગશે. હું તો જ્યારે વાત કરું છું, દેશના સામાન્ય માણસની વાત કરું છું. એરપોર્ટ પર મળતા મોંઘા ફુડની વાત કરું છું. ઝોમેટો-બ્લિંકિટના ડિલિવરી રાઇડર્સની સમસ્યાની વાત કરી. ખાવામાં ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો. ટોલ પ્લાઝાની લૂંટથી લઈને બેંક ચાર્જિસની લૂંટની વાત કરી. અહીં સુધી કે મિડલ ક્લાસ પર ટેક્સના બોજથી લઈને કન્ટેન્ટ ક્રિએટર્સ પર સ્ટ્રાઈક કેમ કરવામાં આવે છે. ટેલિકોમ કંપનીઓ કેવી રીતે 12 મહિનામાં 13 મહિનાનો અમારી પાસેથી રિચાર્જ કરાવે છે. ડેટા રોલઓવર આપતી નથી. રિચાર્જ પૂરો થયા પછી ઇનકમિંગ રોકી દે છે. આ તમામ મુદ્દાઓ મેં સદનમાં ઉઠાવ્યા. આ મુદ્દાઓ ઉઠાવ્યા પછી દેશના સામાન્ય માણસને તો ફાયદો થશે, તેનાથી આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું. ભલા કોઈ મને બોલવાથી કેમ રોકવા માંગશે. કોઈ મારુ મોઢું કેમ બંધ કરવા માંગશે. લોકો મને અનલિમિટેડ પ્રેમ આપે છે: રાઘવે કહ્યું- ખેર, લોકો મને અનલિમિટેડ પ્રેમ આપે છે. હું જ્યારે-જ્યારે તમારા મુદ્દા ઉઠાવું છું. તમે મને સપોર્ટ કરી શાબાશી આપો છો. મારો ઉત્સાહ વધારો છો. હું તમને કહેવા માંગુ છું કે આમ જ મારો હાથ અને સાથ પકડી રાખજો. હું તમારાથી છું અને તમારા માટે છું. મને ચૂપ કરાવી દીધો: રાઘવે કહ્યું કે જે લોકોએ આજે ​​સંસદમાં મારા બોલવાનો અધિકાર મારાથી છીનવી લીધો, મને ચૂપ કરાવી દીધો. હું તેમને પણ કંઈક કહેવા માંગુ છું. મારી ખામોશીને મારી હાર ન સમજતા. હું એ દરિયો છું, જે સમય આવ્યે સુનામી બને છે. સંસદના છેલ્લા બે સત્રોમાં રાઘવે સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવ્યા શિયાળુ સત્ર 2025 ગિગ વર્કર્સનો મુદ્દો: બ્લિન્કિટ, ઝોમેટો અને સ્વિગી જેવા ડિલિવરી પાર્ટનર્સના ઓછા વેતન, 10-મિનિટ ડિલિવરી મોડેલ અને સામાજિક સુરક્ષાનો અભાવ. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ: કોપીરાઈટ એક્ટ 1957માં સુધારાની માંગ કરી, જેથી શિક્ષકો અને ઇન્ફ્લુએન્સર્સને અલ્ગોરિધમ અને ખોટા 'ટેકડાઉન' થી બચાવી શકાય. આરોગ્ય ક્ષેત્ર: 'એક દેશ, એક આરોગ્ય સારવાર' (One Nation, One Health Treatment) ની હિમાયત કરી અને સરકારી હોસ્પિટલોની ખરાબ હાલત પર ચિંતા વ્યક્ત કરી. બજેટ સત્ર 2026 ખાદ્ય ભેળસેળ: રાજ્યસભામાં યુરિયા અને અન્ય ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો. એરપોર્ટ પર સસ્તું ભોજન: મુસાફરોને સસ્તું ભોજન મળે તે માટે તમામ 150+ એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં સસ્તા કેફેની માંગ કરી. 28-દિવસનું રિચાર્જ: મોબાઇલ રિચાર્જ 28 દિવસને બદલે આખા કેલેન્ડર મહિના (30 કે 31)નું હોય, બચેલો ડેટા આવતા મહિને ઉમેરાઈ જાય. બેંક પેનલ્ટી: મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતા દંડને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંયુક્ત ઇનકમ ટેક્સ ફાઇલિંગ: વિવાહિત યુગલો માટે એકસાથે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો વિકલ્પ આપવામાં આવે. પિતૃત્વ રજા: ભારતમાં પિતૃત્વ રજા (paternity leave) ને કાનૂની અધિકાર બનાવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Flavourful Indian meals that cook in minutes
    Next Article
    માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ એરપોર્ટ પરથી અરેસ્ટ:ભાગી જવાની ફિરાકમાં હતો; ન્યાયિક અધિકારી બંધક કેસમાં NIA એ પણ તપાસ શરૂ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment