Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આરોપી ફૈઝાન સામે NIAની ચાર્જશીટ:કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાનું ષડયંત્રમાં હતો સામેલ

    1 day ago

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ગુજરાતના એક હાઇપ્રોફાઇલ ઓનલાઈન કટ્ટરપંથી કેસમાં મુખ્ય આરોપી સામે સત્તાવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત NIA ની સ્પેશિયલ UAPA કોર્ટમાં ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આ ચાર્જશીટ રજૂ કરાઈ છે. કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાનું ષડયંત્ર માર્ચ 2026 માં ગુજરાત ATS પાસેથી આ કેસની તપાસ સંભાળ્યા બાદ NIA એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી ફૈઝાન ભારતમાંથી કાશ્મીર અને લદ્દાખને અલગ કરવાના વિધ્વંસક ષડયંત્રમાં સામેલ હતો. આ માટે તે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી ઓપરેટિવ્સના સીધા સંપર્કમાં હતો. ભારતમાં અરાજકતા અને કોમી તણાવ ફેલાવવાના ઈરાદાથી તેણે 'ટાર્ગેટેડ કિલિંગ' કરવાની ઘડી રાખી હતી. આ માટે તેણે ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર રીતે 6 જીવતા કારતૂસ સાથે એક હથિયાર મેળવ્યું હતું, જે તપાસ દરમિયાન જપ્ત કરી લેવાયું છે. યુવાનોનું બ્રેઈનવોશ અને ગેરકાયદે હથિયાર તપાસમાં સામે આવ્યું છે કે, ફૈઝાન પોતાના વિદેશી ઓનલાઈન હેન્ડલરના કહેવાથી ભારતની સાર્વભૌમત્વ અને એકતાને નુકસાન પહોંચાડવા સશસ્ત્ર બળવા અને હિંસક જેહાદનો પ્રચાર કરી રહ્યો હતો. તે દેશના સંવેદનશીલ યુવાનોને લાલચ આપીને તેમનું બ્રેઈનવોશ કરતો હતો. આ ઉપરાંત, તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'al.Faijangaza' પર હિંસા દર્શાવતા વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરતો હતો. NIA એ તેના ડિજિટલ સાધનોમાંથી ભારે માત્રામાં ડિજિટલ પુરાવા, વિડીયો અને ફોટોગ્રાફ્સ રિકવર કર્યા છે. ગુજરાત ATSથી NIA સુધીની તપાસ ચોક્કસ બાતમીના આધારે સૌપ્રથમ ગુજરાત ATS એ FIR નોંધી ફૈઝાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ મામલાની ગંભીરતા જોતાં કેસ NIA ને સોંપવામાં આવ્યો હતો. NIAના અધિકારીઓએ જણાવ્યું છે કે, ફૈઝાન સામે ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે, પરંતુ તેના ઓનલાઈન હેન્ડલર્સ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારોને પકડી પાડવા માટે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હજુ પણ ચાલુ જ છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદનું સંકટ:સુરત મહાનગરપાલિકાએ 26 જુલાઈના રોજ યોજાનાર ભરતી પરીક્ષાઓ મુલતવી રાખી
    Next Article
    Students Saying '1st It Hurt Me, Then I Took Advantage': N Sitharaman On Leak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment