Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં AAPનું સંગઠન વિસ્તરણ:3 નવા પ્રદેશ સહ પ્રભારીઓની નિમણૂક, વિનય મિશ્રા, દિનેશ મોહનિયા અને ગૌરવ શર્માને સોંપાઈ જવાબદારી

    3 days ago

    ગુજરાતમાં સંગઠન વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી (AAP)એ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાર્ટીએ ગુજરાત માટે ત્રણ નવા પ્રદેશ સહ પ્રભારીઓની નિયુક્તિ જાહેર કરી છે. AAP દ્વારા વિનય મિશ્રા, દિનેશ મોહનિયા અને ગૌરવ શર્માને પ્રદેશ સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાર્યકરો સાથે સીધો સંપર્ક મજબૂત કરાશે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં AAP સંગઠનાત્મક રીતે ઝડપથી આગળ વધી રહી છે. વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પાર્ટીનું નેટવર્ક વિસ્તરતું જોવા મળી રહ્યું છે. નવા સહ પ્રભારીઓની નિમણૂકથી ગુજરાતમાં સંગઠનને વધુ ગતિ મળશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પાર્ટી હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ વધારવા, કાર્યકરો સાથે સીધો સંપર્ક મજબૂત કરવા અને આગામી ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા પર ફોકસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ જલારામ મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:ત્રણ દિવસીય મહોત્સવમાં પૂજન, શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા; મહાપ્રસાદનું આયોજન
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ':45.5ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment