Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:2500થી વધુ ઉમેદવારોને તક, સુરત મનપાના ઉમેદવારોની જાહેરાત હજી બાકી

    4 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરતાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખૂબ આનંદ સાથે આમ આદમી પાર્ટીનું 2500થી વધારે ઉમેદવારોનું બીજું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તમામ યુવાનો અને સામાન્ય લોકો, જેમને અત્યાર સુધી રાજકારણમાં તક મળી નથી, તેમને આમ આદમી પાર્ટી ગર્વ સાથે તક આપી રહી છે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી સમયમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર, લૂંટ અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ લોકોના અધિકારો માટેની લડાઈને આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે. આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા જ AAPના 460 ઉમેદવાર જાહેર તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને ગુજરાતની જનતાને પણ શુભેચ્છા પાઠવી કે પ્રથમ વખત આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. સૌને શુભેચ્છાઓ અને જીત માટે શુભકામનાઓ. જુઓ લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- થોડો સમય વધારે મળશે તો હોર્મુઝ ખોલી દઈશ:ઓઈલ પર કબજો કરીને નફો કમાશું, આ દુનિયા માટે સારું રહેશે
    Next Article
    અદાણી હઝીરા પોર્ટમાં સુરક્ષા પર્વની ઉજવણી:55મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ અને આરોગ્ય લક્ષી જાગૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment