Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘AAPની એક સભા સામે ભાજપે 15ની ટોળકી ઉતારવી પડી’:ગોંડલના મોવિયામાં 'વિજય વિશ્વાસ સભા'માં જીગીશા પટેલના પ્રહાર, ઈસુદાન ખેડૂત મુદ્દે આક્રમક

    11 hours ago

    આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'વિજય વિશ્વાસ સભા' એ ભાજપની ચિંતામાં વધારો કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શિવરાજગઢ દરવાજે યોજાયેલી આ સભામાં દરવાજાથી લઈને મુખ્ય રોડ સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જીગીશા પટેલના ભાજપ પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલે સભામાં આક્રમક તેવર બતાવતા ભાજપ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા 15ની ટોળકી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "અમારી એક સભા સામે ભાજપે ધારાસભ્ય સહિત 15 વ્યક્તિની આખી ટોળકી મેદાનમાં ઉતારવી પડી છે. અમે જ્યાં સભા કરીએ છીએ તેની પાછળ જ તેઓ સભા ગોઠવે છે." તેમણે જનતાને સાવધ કરતા જણાવ્યું કે, આ આગેવાનો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, બાકીના 5 વર્ષ ક્યાંય જોવા મળતા નથી. 30 વર્ષના આ ઇતિહાસને હવે બદલવાનો સમય આવી ગયો છે. ભાજપના નેતાઓ અગાઉ કહેતા હતા કે ટિકિટ મારા પરિવાર સિવાય કોઈને નહીં મળે, તે વાતની પણ તેમણે યાદ અપાવી હતી. વેકરી ગામના રોડનો વીડિયો વાયરલ કર્યાના માત્ર બે જ દિવસમાં કામ શરૂ થઈ ગયું, તેને તેમણે 'આપ'ની તાકાત ગણાવી હતી. શેમળામાં બનેલા 'ગઢ' અને તેની ઉંચી દીવાલો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, ત્યાં કેવા કામો થાય છે તે જનતા જાણે છે. ઇસુદાન ગઢવીનું સંબોધન: "આ અસ્તિત્વની લડાઈ છે" પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખેડૂતો અને યુવાનોના મુદ્દે સરકારને ઘેરી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને બે-બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે અને માલના પૂરતા ભાવ પણ મળતા નથી. હરાજીમાં જે ભાવ બોલાય છે તેમાં ખેડૂતનો ખર્ચ પણ નીકળતો નથી. ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપના કારણે અનેક યુવાનો કુંવારા છે અને તેમને માત્ર 'પેજ પ્રમુખ' બનાવી હાથમાં ઝંડા પકડાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનની જેમ દર પાંચ વર્ષે સરકાર બદલવાની સલાહ આપતા તેમણે કહ્યું કે, 30 વર્ષથી એક જ શાસન હોવાથી અધિકારીઓ હવે ભાજપના દલાલ બની ગયા હોય તેવું લાગે છે. તેમણે ચેતવણી આપી કે જો ફરી ભાજપનું બટન દબાશે તો ઘરોમાં 'સ્માર્ટ મીટર' આવી જશે, જે અત્યારે ચૂંટણીને કારણે અટકાવી રાખ્યા છે. પક્ષમાં નવા જોડાણો આ સભા દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.મિત ભાલોડી અને વાઘજીભાઈ પડાળીયા ભાજપ છોડીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. શૈલેષ ઠુમર સહિત અન્ય કાર્યકરોએ પણ ઇસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાઘજીભાઈ પડાળીયા 2022ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં 1200 મતોથી પરાજિત થયા હતા. ઉમેદવારોની હાજરી આ સભામાં મોવિયા સીટ-1 ના ઉમેદવાર જ્યંતીભાઈ ભાલાળા, મોવિયા સીટ-2 ના ઉમેદવાર રંજનબેન દુધાત અને જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે જનતાને "બે હાથ જોડી સાવરણાનું બટન દબાવવા" અપીલ કરવામાં આવી હતી. મોવિયાની આ જનમેદની જોતા લાગે છે કે ગોંડલ પંથકમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે અને આમ આદમી પાર્ટી ભાજપને બરાબરની ભીંસમાં લેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ સિટી ગાંડુ કર્યું:ત્રણ મહિનાની મહેનત અને AIના જાદુથી ચાલક વગર પેડલ વાગે છે અને વળાંક પણ લે છે, ટેકનોલોજી જોઈ લોકો દંગ
    Next Article
    DC Skipper Axar Patel Wins Hearts With Massive Praise For Abhishek Sharma Despite Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment