Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP નેતા પાયલ સાકરિયાના ભાજપ સરકાર પર પ્રહાર:10 વર્ષમાં 34 પેપર લીક, લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું, ગુરુપૂર્ણિમાએ સદબુદ્ધિ પ્રાર્થના કરવા જતાં પોલીસ દ્વારા અટકાયત

    9 hours ago

    ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષાના પેપર વાયરલ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પેપર લીક રોકવામાં નિષ્ફળ નીવડેલી સરકાર અને તેમના મંત્રીઓને સદબુદ્ધિ મળે તે હેતુથી આજના ગુરુપૂર્ણિમાના પાવન દિવસે મંદિરે પ્રાર્થના કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા સમેત મહિલા મોરચાની કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટના બાદ આપ નેતાઓએ ભાજપ સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી સામે આકરા પ્રહારો કર્યા હતા. 8 દિવસ પહેલાં BAMSનું પેપર લીક થવા છતાં કોઈ કાર્યવાહી નહીં પોલીસ અટકાયત પહેલા વિરોધ દર્શાવતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, હમણાં ગઈ ૨૦ તારીખે એટલે કે આશરે ૮ દિવસ પહેલાં BAMSનું પેપર લીક થયું હતું. આજદિન સુધી આ મામલે સરકાર કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવાયું હતું, તેથી તેની સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગ અને મંત્રીની બને છે. 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય તો પણ સરકાર સ્વીકારવા તૈયાર નથી આરોગ્ય મંત્રીના નિવેદન પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, આરોગ્ય મંત્રી એવું નિવેદન આપે છે કે માત્ર અમુક શબ્દોમાં ફેરફાર કે વાયરલ થયા હતા. ૧૨ માંથી ૧૧ પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય, છતાં સરકાર તેને પેપર લીક માનવા તૈયાર નથી. શું આખું પેપર બેઠેબેઠું છપાઈને બહાર આવે તો જ સરકાર એને લીક ગણશે? છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં ૩૪ થી વધુ પેપર લીક થયા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર અને નિરાશામાં ધકેલાયું છે. તમારા દીકરા વિદેશમાં ભણે ને સામાન્ય માણસના નસીબમાં પેપર ફોડવાના? સરકારની નીતિઓ પર પ્રહાર કરતા આપ નેતાએ કહ્યું, તમે પોતે ૪ કરોડના ફ્લેટમાં રહો છો, ૨ કરોડના કાર્યાલયમાં બેસો છો અને તમારા બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. પરંતુ ગુજરાતના સામાન્ય પરિવારના સંતાનો માટે તમે શું વ્યવસ્થા કરી? માત્ર પેપર ફોડવાના અને કમલમ કાર્યાલય જ ભરવાના? ભાજપ સરકારે પેપર લીક રોકવા ૧૦ વર્ષમાં કોઈ નક્કર આયોજન જ કર્યું નથી. પોલીસના દમનથી ડરવાના નથી, જરૂર પડશે તો ઘર અને કમલમ ઘેરીશું મંદિર પરિસરમાં પોલીસ કાફલો તૈનાત કરવા અને ડિટેઈન કરવા અંગે રોષ વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે અહીં માત્ર દર્શન કરવા અને સરકારને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરવા આવ્યા હતા. પોલીસના ડબ્બા કે ગાડીઓ મોકલીને અમારા પર દમન કરશો તો અમે બેસી જવાના નથી. અમે ન તો તમારી પોલીસથી ડરીએ છીએ કે ન તો એમની લાઠીઓથી. જો આગામી દિવસોમાં કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય, તો અમે મંત્રીના ઘર અને ભાજપના 'કમલમ' કાર્યાલયનો પણ ઘેરાવ કરીશું.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર પોલીસ કચેરીમાં પિતા-પુત્રનો ASI પર હુમલો:આત્મવિલોપનની ચીમકી આપતાં સમજાવટ કરવા જતાં માથું દીવાલ અથડાવ્યું, ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
    Next Article
    ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણી, ડ્રોન VIDEO:રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ અને લુણાવાડામાં એક ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment