Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP આવશે તો ગુજરાતમાં દરેકને 10 લાખનો વીમો મળશે:કેજરીવાલ:'મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ'

    18 hours ago

    દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે રાજકીય માહોલ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સભા સ્થળે પહોંચ્યા.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભાસ્થળે પહોંચ્યા. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંચ પર દિગ્ગજ નેતાઓનો જમાવડો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મંચ પર ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહેલેથી જ પહોંચી ગયા છે. આ ઉપરાંત ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી પણ જનસભામાં ઉપસ્થિત છે. સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી માહોલ ગરમાવી રહ્યા છે. ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારમાં જે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર કેજરીવાલના સંબોધન પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે EVM-VVPATની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ:આણંદમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ આયોજન
    Next Article
    સ્વિફ્ટ કારની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:સાગવાડીનો શખસ 114 નંગ વિદેશી દારૂની બોટલો સાથે પકડાયો, પોલીસે 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment