Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AACAએ સેલિબ્રેટ કરી 35મી એનિવર્સરી:નેશનલ લેવલના મીડિયા ટોક-શોમાં એડવર્ટાઈઝિંગના ટ્રેન્ડ્સ પર ચર્ચા, Gen Zને ધ્યાનમાં રાખી ઘડાઈ રહી છે સ્ટ્રેટેજી

    9 hours ago

    અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોસિએશન (AACA)એ તેની 35મી એનિવર્સરી અનોખી રીતે સેલિબ્રેટ કરી હતી. આ ઉજવણી અંતર્ગત ‘35 યર્સ સેલિબ્રેશન ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ’ અંતર્ગત વર્ષ ભર વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે ગઈકાલે(11 એપ્રિલ, 2026) નેશનલ લેવલનો મીડિયા ટોક-શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના એક્સપર્ટ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે તેમના અનુભવ અને નોલેજ દ્વારા હાજર એડ એજન્સી મેમ્બર્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને, ડિજિટલ એડવર્ટાઈઝિંગના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા ટોક-શોનો મુખ્ય હેતુ મલ્ટીમીડિયા સ્ટ્રેટેજી આ સેલિબ્રેશન અંગે એસોસિએશનના પ્રેસિડેન્ટ મનીષ ગાંધીએ જણાવ્યું કે, આ ટોક-શોનો મુખ્ય હેતુ એડવર્ટાઈઝિંગ ક્ષેત્રમાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે પ્રિન્ટ, રેડિયો, આઉટડોર એડ, બ્રોડકાસ્ટ અને ડિજિટલની નવી સ્ટ્રેટેજી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આજના યુગમાં માત્ર એક જ મીડિયમ પૂરતું નથી, પરંતુ બ્રાન્ડ અને પ્રોડક્ટના આધારે વિવિધ મીડિયાનો સંયોજન કરીને યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે. મનીષ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોસિએશનને 35 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર વર્ષ દરમિયાન ડિફરન્ટ ઈનિશિએટિવ્સને લઈને સેલ્બ્રિસેશન થતા હોય છે. જે અંતર્ગત આ નેશનલ લેવલનો મીડિયા ટોક-શો યોજાયો હતો. દેશ-વિદેશના એક્સપર્ટ્સની હાજરી આ ટોક શોમાં પ્રિન્ટ, રેડિયો, આઉટડોર, બ્રોડકાસ્ટ અને ડિજિટલ - ચારેય મીડિયમમાં એડવર્ટાઈઝિંગના પ્લાનિંગની ડિફરન્ટ સ્ટ્રેટેજી માટે દેશ-વિદેશના એક્સપર્ટ્સ મિસ્ટર બસંત રાઠોડ, જયેશ યાજ્ઞિક, યતીશ મહર્ષિ, સંતોષ પાત્રા હાજર રહ્યા હતા. આ તમામના જ્ઞાનનો ગુજરાત અને એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીના એડ એજન્સી મેમ્બરોને લાભ મળે, તે માટે આ ટોક-શો યોજાયો હતો. દરેક મીડિયાના પોઝિટિવ અને ડિફરન્ટ યુસેજ છે, તો કયા મીડિયમને કઈ રીતે યુટિલાઈઝ કરવું પોતાની બ્રાન્ડ-પ્રોડક્ટ સમજીને, તેના માટે ગુજરાતના જાણીતા એડવર્ટાઈઝર્સે ટોક શોમાં માર્ગદર્શન આપ્યું હતું. Gen Zનો વધતો પ્રભાવ ભારત 24 ન્યૂઝ ચેનલ અને ફર્સ્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના CBO મનોજ જગ્યાસીએ જણાવ્યું હતું કે, આજની ઇવેન્ટ, જે 'અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ' દ્વારા આયોજિત કરવામાં આવી હતી, તેનો મુખ્ય હેતુ તમામ એજન્સી માલિકો અને બ્રાન્ડ કસ્ટોડિયનને એક મંચ પર લાવવાનો હતો. અમે અહીં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને પ્લેટફોર્મ્સ વિશે ચર્ચા કરી કે કેવી રીતે આ માધ્યમો તેમને ઉપયોગી થઈ શકે. 'દરેક માધ્યમની સ્ટોરીટેલિંગ (વાત રજૂ કરવાની) પોતાની એક અલગ રીત હોય છે અને આજે અમે એ જ ચર્ચા કરી કે કયું મીડિયમ બ્રાન્ડ્સ અને એજન્સીઓ માટે શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. 'Gen Z'નો પાવર માત્ર એડવર્ટાઈઝમેન્ટમાં જ નહીં પણ દરેક ક્ષેત્રમાં છે. પહેલાના સમયમાં ઘરના મોટા નિર્ણયો માતા-પિતા લેતા હતા. પરંતુ આજે તમે જુઓ તો ઘરમાં કાર, ટીવી કે ફ્રિઝ લેવા જેવા દરેક નિર્ણયમાં બાળકોનો (Gen Z) મુખ્ય રોલ હોય છે. એટલે જ આજની મોટાભાગની બિઝનેસ સ્ટ્રેટેજી આ પેઢીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે.'
    Click here to Read More
    Previous Article
    ગોતાના 75 વર્ષના વૃદ્ધને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા:મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલો છો કહીને 1.43 કરોડ પડાવ્યા
    Next Article
    CSK vs DC Highlights: Sanju Samson Shines With Century As CSK Beat Delhi Capitals For First Win Of IPL 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment