Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોતાના 75 વર્ષના વૃદ્ધને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા:મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલો છો કહીને 1.43 કરોડ પડાવ્યા

    10 hours ago

    અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક 75 વર્ષીય વૃદ્ધને સાયબર ગઠિયાઓએ TRAI અને CBIના અધિકારી હોવાનો ડોળ કરી સતત 8 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખી ₹1.43 કરોડ પડાવ્યા છે. ગઠિયાઓએ વૃદ્ધના દસ્તાવેજોનો દુરુપયોગ કરી મની લોન્ડરિંગ અને અશ્લીલ વીડિયો મોકલવાના ગુનામાં સંડોવણી હોવાનો ડર બતાવી આ છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના? ગત 2 એપ્રિલે વૃદ્ધને TRAIના નામે ફોન આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેમના દસ્તાવેજો પર મુંબઈમાં એક મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થયો છે જેનાથી મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવે છે. ત્યારબાદ, મુંબઈ સાયબર ક્રાઈમના ઇન્વેસ્ટિગેશન ઓફિસર 'વિજય ખન્ના' હોવાની ઓળખ આપી એક શખ્સે વીડિયો કોલ કર્યો હતો. તેણે પ્રોટોકોલનું બહાનું ધરી ચહેરો છુપાવી માત્ર એજન્સીનો લોગો બતાવ્યો હતો અને વૃદ્ધને ડરાવવા માટે તેમના આધાર કાર્ડ અને એટીએમ કાર્ડની વિગતો દર્શાવી હતી. એરેસ્ટ ઓર્ડર અને કોર્ટના નકલી પત્રો પણ મોકલ્યા ગઠિયાઓએ વૃદ્ધને એવું કહીને ધમકાવ્યા હતા કે નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા 247 એટીએમ કાર્ડમાં તેમનું કેનેરા બેંકનું કાર્ડ પણ સામેલ છે. આ કેસમાં બે કરોડના ટ્રાન્ઝેક્શન બદલ તેમને 10 ટકા કમિશન મળ્યું હોવાનો ખોટો આક્ષેપ કરી ધરપકડની ધમકી આપી હતી. વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ પર બનાવટી FIRની નકલ, એરેસ્ટ ઓર્ડર અને કોર્ટના નકલી પત્રો પણ મોકલી આપવામાં આવ્યા હતા. વૃદ્ધ પાસેથી કટકે-કટકે ₹1.43 કરોડ ટ્રાન્સફર કરાવ્યા ડરના માર્યા વૃદ્ધે પોતાની શેરબજારની અને બેંક એકાઉન્ટની તમામ વિગતો આપી દીધી હતી. સાયબર ગઠિયાઓએ આ શેર વેચવા પડશે તેમ કહી વૃદ્ધ પાસેથી કટકે-કટકે કુલ ₹1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આઠ દિવસ બાદ ગઠિયાઓ સાથે સંપર્ક તૂટી જતાં વૃદ્ધે તેમના ભત્રીજાના દીકરાને જાણ કરી હતી, જેનાથી તેઓ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા હોવાનું બહાર આવ્યું હતું. હાલ સાયબર ક્રાઈમ વિભાગ આ મસમોટી છેતરપિંડીના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ભાજપને ટક્કર આપશે કોંગ્રેસના આ ઉમેદવારો:મનપાના 13 વોર્ડમાં કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    AACAએ સેલિબ્રેટ કરી 35મી એનિવર્સરી:નેશનલ લેવલના મીડિયા ટોક-શોમાં એડવર્ટાઈઝિંગના ટ્રેન્ડ્સ પર ચર્ચા, Gen Zને ધ્યાનમાં રાખી ઘડાઈ રહી છે સ્ટ્રેટેજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment