Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં દિલજીત દોસાંજનો ફીવર, કોન્સર્ટ પહેલા રાત્રે રિહર્સલ કર્યું:નમો સ્ટેડિયમમાં સ્ટેજ-લાઈટિંગ સેટઅપ તૈયાર, જાણો મેટ્રો ટ્રેન શિડ્યુલથી લઈને વાહન પાર્કિંગ સુધીનું A to Z

    11 hours ago

    આજે 21 નવેમ્બરના રોજ AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત અમદાવાદના મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં મોટી સંખ્યામાં ફેન્સ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીઓથી લઈને ફેન્સ ઉમટી પડશે. તો બીજી તરફ મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો ટ્રેનમાં પણ પ્રેશકોની ભારે ભીડ જોવા મળશે. કોન્સર્ટ પહેલા 20 નવેમ્બરે રાત્રે દિલજીત મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તૈયારીઓનું એનાલિસિસ કર્યું હતું. દિલજીત સફેદ પાઘડી અને બ્લેક આઉટફિટમાં સ્ટેડિયમના અંદર જોવા મળ્યા હતા. સ્ટેજ અને લાઈટિંગ સેટઅપ તરફ પહોંચ્યા હતા. સ્ટેજ બ્લોકિંગ વગેરેનું સંચાલન નિહાળ્યું હતું. સ્ટેજ બ્લોકિંગ એટલે કે, કોન્સર્ટમાં કલાકારોની એન્ટ્રી, સ્ટેજ પર ઊભા રહેવાની જગ્યા અને મૂવમેન્ટ નક્કી કરવાની સમગ્ર સંચાલન નિહાળ્યું હતું. એટલું જ નહીં સ્ટેજ પર ડાન્સર્સ અને ક્રૂ મેમ્બર્સ સાથે કોરિયોગ્રાફી તેમજ લાઈટ્સનું રિહર્સલ પણ કર્યું. સ્ટેજ પર બેસીને અને ઊભા રહીને સાઉન્ડ ચેક કરવામાં આવ્યું હતું. રિહર્સલ પૂર્ણ કર્યા બાદ દિલજીત સ્ટેડિયમની બહાર નીકળે છે અને સફેદ કારમાં બેસીને રવાના થયા હતા. આ કોન્સર્ટને લઈને અવારનવાર બોમ્બની ધમકી મળી રહી હોવાથી મોદી સ્ટેડિયમ ખાતે JCP, DCP, PI અને PIS સહિતના 1300થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાંથી કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી આપવામાં આવશે. એ સાથે જ પોલીસે મોબાઈલની સાથે એક પાવરબેન્ક લઈ જવાની પણ પરમિશન આપી દીધી છે. એટલે કે કોન્સર્ટમાં જતા દર્શકો પોતાની સાથે પાવર બેન્ક લઈ જઈ શકશે. 3 વાગ્યે સ્ટેડિયમના ગેટ ખોલાશે અને રાત્રે 9.55 વાગ્યે કોન્સર્ટ પૂરો થશે અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવશે અને ટ્રાફિકની વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવશે. અવર જવરમાં મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. 3 વાગ્યે સ્ટેડિયમના ગેટ ખોલવામાં આવશે અને રાત્રે 9.55 વાગે આ કોન્સર્ટ પૂરો થશે. ક્વિક એક્શન ટીમ, ડોગ સ્કોડ સ્ટેડિયમમાં તૈયાર રાખવામાં આવી છે. 300 કેમેરાથી સ્ટેડિયમ પર સર્વેલન્સ રાખવમાં આવશે. ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટુકડી બનાવવામાં આવી છે. 1500 જેટલી પ્રાઇવેટ સિક્યોરિટી હશે, જેમાં પોલીસ પણ સપોર્ટ કરશે. આ ઉપરાંત SRPની 3 ટુકડી પણ તૈનાત રહેશે. સ્ટેડિયમના એરિયાને સેનેટાઇઝ પણ કરવામાં આવશે. આ કોન્સર્ટમાં 85 હજાર જેટલા દર્શકો અંદર રહેશે અને કુલ મળીને 90 હજાર લોકો રહેશે. લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ નાસભાગની સ્થિતિને પહોંચી વળવા સ્ટેડિયમમાં અલગ કમ્પાર્ટમેન્ટ રાખવામાં આવ્યા છે. લોકોએ કોઈ અફવા પર ધ્યાન ન આપવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. પોલીસ સિવિલ ડ્રેસમાં પબ્લિક વચ્ચે રહેશે. ફેક ટિકિટ માટે સાયબરની ટીમ કામ કરી રહી છે. ઓફિશિયલ ટિકિટ પર ધ્યાન આપવું. 8 એમ્બ્યુલન્સ, 5 મેડિકલની ટીમ તૈનાત રહેશે. રાત્રે 11 વાગ્યા બાદ મુસાફરી માટે ₹50 વાળી સ્પેશ્યિલ પેપર ટિકિટ મેટ્રોના અમદાવાદ કોરિડોરમાં સવારે 6:20થી રાત્રે 11:30 વાગ્યા સુધી અને રાત્રે 11:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન ઉપડશે. બીજી તરફ, ગાંધીનગર કોરિડોરમાં નિયમિત અને રાત્રે 10:30, 11 અને 11:30 વાગ્યે ત્રણ ટ્રીપ ચાલશે, જેમાં રાત્રે 11:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તરફ છેલ્લી ટ્રેન રવાના થશે. મુસાફરો માટે ₹50 વાળી સ્પેશ્યિલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે. આ ટિકિટથી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી બંને કોરિડોરનાં કોઈપણ ચાલુ સ્ટેશને જઈ શકાશે. ટિકિટિંગ નિયમો અંગે GMRCએ સ્પષ્ટતા કરી છે કે કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ દ્વારા નિયમિત ભાડા મુજબ રાત્રે 11 વાગ્યા સુધી જ પ્રવેશ મળશે. કિયોસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર કે મોબાઇલ એપ પરથી અગાઉથી ખરીદેલી કોઈપણ પરત મુસાફરીની QR કે ટોકન ટિકિટ રાત્રે 11 વાગ્યા પછી માન્ય ગણાશે નહીં, અને રાત્રે 11 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી સ્ટેશન પરથી પ્રવેશ માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. કોન્સર્ટને લઈ વાહન પાર્કિંગ માટેના પ્લોટ-ચાર્જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16 કેટલા પાર્કિંગ પ્લોટ રાખવામાં આવ્યા છે જેમાં ટુ-વ્હીલર માટે ₹120 અને ફોર વ્હીલર માટે 500 રૂપિયા પાર્કિંગનો ચાર્જ રાખવામાં આવ્યો છે. દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈ વિવાદ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈ વિવાદ સર્જાયો હતો. કોન્સર્ટ પહેલાં પંડિતરાવ ધનેરાવ નામના પ્રોફેસર ચંદીગઢથી અમદાવાદ આવ્યા હતા અને આ પ્રોફેસરે દિલજીતના 4 ગીતોને લઈને ફરિયાદ કરી હતી. પ્રોફેસરે કોન્સર્ટમાં 4 ગીતો અને અન્ય બાબતોનું પાલન ન થાય તો ગુજરાત હાઈકોર્ટમાં દિલજીત વિરુદ્ધ અરજી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ‘આ ચાર સોંગ ગાવા સામે પ્રોફેસરને વાંધો’ ફરિયાદી પ્રોફેસરે જણાવ્યું હતું કે, દિલજીતે દારુ પરના 4 ગીતો એવા ‘પટિયાલા પેગ’ ,'પંચ તારા ઠેકે', ‘જીબ વિચો ફિલ્મ લાબિયા’, ‘જાટ ઊઠે ફાયર કરદા’ ગાવા ન જોઈએ તે માટે જાણ કરી છે. મેં પોલીસને ફરિયાદ કરી છે તેમ છતાં દિલજીત આ ગીતો ગાય અને બુલેટ બેલ્ટ પહેરશે તો હું હાઈકોર્ટમાં જઈશ. પંજાબ હાઈકોર્ટે આ ગીતો ગાવાની ન પાડી છે તો ગુજરાતમાં કેમ ગાશે? બાળકો હોય તો વધારે સાઉન્ડથી અસર થઈ શકે છે અને લાઈટિંગથી પણ આંખને નુકસાન થઈ શકે છે તો તે પણ મર્યાદામાં હોવું જોઈએ. બે વર્ષ પહેલાં દિલજીતે હૈદરાબાદ અને અમદાવાદમાં શબ્દો બદલ્યા હતા આ સોંગને લઈને દિલજીત આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યો છે. નવેમ્બર 2024માં, હૈદરાબાદમાં તેમના "દિલ-લુમિનાટી" પ્રવાસ દરમિયાન, કેટલાક ગીતો અંગે નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ, દિલજીતે સ્ટેજ પરના કેટલાક ગીતોના શબ્દો બદલી નાખ્યા હતા. ઉદાહરણ તરીકે, "પંચ તારા" માં દારૂની દુકાનનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો અને તેની જગ્યાએ હોટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો. "લેમોનેડ" ગીતમાં "દારુ" શબ્દને "કોક" થી બદલવામાં આવ્યો. જ્યારે નવેમ્બર, 2024માં અમદાવાદના શોમાં, દારૂ સંબંધિત ગીતો ગાવાનું પણ ટાળ્યું હતું. આ શો દરમિયાન, દિલજીતે કહ્યું કે જો બધા રાજ્યો ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ બની જાય, તો તે ક્યારેય દારૂ સંબંધિત ગીતો ગાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ IIT ખડગપુરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી:સંસ્થાના પ્લેટિનમ જુબિલી સમારોહમાં મોદીનું સંબોધન, સિક્કો પણ બહાર પાડ્યો
    Next Article
    દુકાનેથી નીકળ્યા બાદ ડ્રાય ક્લીનર્સના વેપારી રહસ્યમય સંજોગોમાં ગુમ:ભાઈ પાસે કામ પતાવીને આવવાનું કહી નીકળેલા વેપારીનો 6 દિવસથી કોઈ પત્તો લાગ્યો નથી, પરિવારને અપહરણની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment