Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ સુદર્શને શ્રીલંકા-A સામે સદી ફટકારી:પહેલી અન-ઑફિશિયલ ટેસ્ટમાં ઈન્ડિયા-Aનો સ્કોર 333/4; ધ્રુવ જુરેલ અને શેખ રશીદની ફિફ્ટી

    2 days ago

    ઈન્ડિયા-A એ શ્રીલંકા-A સામેની પ્રથમ અન-ઑફિશિયલ ટેસ્ટના પહેલા દિવસે 4 વિકેટે 333 રન બનાવ્યા છે. ભારતીય ઓપનર સાઈ સુદર્શને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની નવમી સદી ફટકારી. તેણે 19 ચોગ્ગાની મદદથી 132 રનની ઇનિંગ રમી. જ્યારે કેપ્ટન ધ્રુવ જુરેલ 68 અને શેખ રશીદ 53 રન બનાવીને અણનમ છે. આયુષ પાંડે 25, દેવદત્ત પડિકલ 12 અને ઋતુરાજ ગાયકવાડ 22 રન બનાવીને આઉટ થયા. જુરેલ અને રશીદ વચ્ચે પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ ચૂકી છે. શ્રીલંકા-A માટે દિલુમ સુદીરાએ 2 વિકેટ લીધી. ચમિકા ગુણાસેકરા અને રવિન્દુ ફર્નાન્ડોને 1-1 વિકેટ મળી. સાઈ સુદર્શનના ફર્સ્ટ ક્લાસમાં 2500થી વધુ રન આ મેચ પહેલાં સુધી સાઈ સુદર્શનએ 40 ફર્સ્ટ ક્લાસ મેચની 68 ઇનિંગ્સમાં 2672 રન બનાવ્યા હતા. તેણે 8 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેની સરેરાશ 39.29 રહી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 213 રન રહ્યો છે. ધ્રુવ જુરેલે બેટિંગ પસંદ કરી ઈન્ડિયા-Aના કેપ્ટન અને વિકેટકીપર બેટરે ધ્રુવ જુરેલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટૉસ દરમિયાન તેમણે કહ્યું કે અમે મોટો સ્કોર બનાવીને શ્રીલંકા-A પર દબાણ બનાવવા માંગીએ છીએ. સાઈ અને આયુષે મજબૂત શરૂઆત અપાવી ઈન્ડિયા-Aને સાઈ સુદર્શન અને આયુષ પાંડેએ સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 138 બોલમાં 78 રન જોડ્યા. આ પછી સાઈએ ઋતુરાજ ગાયકવાડ સાથે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. આનાથી ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચ્યો. ગાયકવાડ 22 રન બનાવીને આઉટ થયા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરલ (કેપ્ટન અને વિકેટકીપર), શેખ રશીદ, હર્ષ દુબે, સારાંશ જૈન, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આકિબ નબી ડાર. શ્રીલંકા-A: પાવંથા વીરસિંઘે, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), નુવાનિદુ ફર્નાન્ડો, આશેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, અંજલો મેથ્યુઝ ફર્નાન્ડો, કવિન્દુ પથિરત્ને, દુલાજ સમુધિતા, ચમિકા ગુણશેખરા, દિલુમ સુદીરા.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશે ચોથી વિકેટ ગુમાવી દીધી:રાધા યાદવે બીજી સફળતા મેળવી, અગાઉ ફિલ્ડર્સે 3 કેચ ડ્રોપ કર્યા હતા; BANનો સ્કોર 111/4
    Next Article
    રામ મંદિરના ચઢાવાની ચોરીમાં ટ્રસ્ટે FIR કરાવી:તેમાં ટિન્નુ યાદવ સહિત 8ના નામ; SITએ 17 લોકોને આરોપી માન્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment